પાલનપુર| ધાનેરાના જનાલી ગામે શનિવારે કરણાજી છોગાજી રાજપુતના સંબંધી મહિલા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર| ધાનેરાના જનાલી ગામે શનિવારે કરણાજી છોગાજી રાજપુતના સંબંધી મહિલા ખેતરમા કામ કરી રહ્યા હતા.તે સમયે ડાહ્યાભાઇ અજબાભાઇ રબારી નામનો શખ્સ પોતાના ઘેટા બકરા લઇ ખેતરમા ઘૂસી ગયો હતો.જે બાબતે મહિલાએ ઠપકો આપ્યો તો ડાહ્યાભાઇ મહિલાને અપશબ્દો બોલવા લાગ્યો હતો.જેને લઇ મહિલાઓ અપશબ્દો બોલવાની ના કહી તો શખ્સે ઉશ્કેરાઇ જઇ લાકડી વડે મહિલાને મારમારી જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા કરણાજીએ ડાહ્યાભાઇ અજબાભાઇ રબારી સામે ફરિયાદ નોધાવતા પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...