તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

છેલ્લા કેટલાક દિવસોથી બાલારામ નદી પર ચેકડેમ નિર્માણને લઈ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

છેલ્લા કેટલાક દિવસોથી બાલારામ નદી પર ચેકડેમ નિર્માણને લઈ વિવાદ હતો. આખરે કલેકટરના હુકમ બાદ દોઢ કરોડના ખર્ચે બનાસકાંઠા સિંચાઈ વિભાગ દ્વારા ચેકડેમ બનાવવાનો માર્ગ મોકળો બન્યો છે. અગાઉ ચિત્રાસણી ગ્રામ પંચાયત દ્વારા ઠરાવ ન અપાતા પાછલા દોઢ વર્ષથી દરખાસ્ત ટલ્લે ચઢી હતી. જેને કલેકટર દ્વારા મંજૂરી અપાતા સિંચાઈ વિભાગે દરખાસ્ત વન વિભાગને મોકલી આપી છે. અહીં ડેમ બનતા 20 ગામોના જમીનના તળ ઊંચા આવશે.

પાલનપુર તાલુકાની બાલારામ નદી પર ચેકડેમ બને તે માટે પાછલા કેટલાય વર્ષોથી જુદાજુદા ગામના આગેવાનો રાજકીય પક્ષો લડત ચલાવી રહ્યા હતા. ત્યારે વનવિભાગની અને સ્થાનિક ગ્રામ પંચાયતની મંજૂરીના પ્રશ્નોને લઇ પાછલા કેટલાય વર્ષોથી ડેમ બનતો ન હતો. જોકે દોઢ વર્ષ બાદ બાલારામ સ્થિત રિસોર્ટ ની પાછળ જ્યાં ચેકડેમ બનાવવાનો છે ત્યાં ગ્રામ પંચાયત ની મંજૂરી લેવાનું ન હોઈ જિલ્લા કલેકટરે ચેકડેમ બનાવવા માટેની દરખાસ્ત સિંચાઇ વિભાગ ને મોકલી આપતા સિંચાઈ વિભાગે હવે જરૂરી કાર્યવાહી પૂરી કરી સમગ્ર દરખાસ્ત વન વિભાગને મોકલી આપી છે.

આ અંગેની વિગતો આપતા સિંચાઇ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે અગાઉ ગ્રામ પંચાયતના ઠરાવની જરૂરિયાત હતી જોકે હવે જિલ્લા કલેક્ટરની મંજૂરી બાદ વનવિભાગની મંજૂરી મળતા અંદાજે દોઢ કરોડના ખર્ચે ચેકડેમનું નિર્માણ થશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો