તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બનાસકાંઠાના 5 તાલુકાની 7 ગ્રામ પંચાયતોમાં રવિવારે 1 ગામની

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બનાસકાંઠાના 5 તાલુકાની 7 ગ્રામ પંચાયતોમાં રવિવારે 1 ગામની સામાન્ય ચૂંટણી તો 1 ગામની મધ્યસત્ર જ્યારે 5 ગામોમા પેટા ચૂંટણી માટે મતદાન યોજાયું હતું. જિલ્લામાં સૌથી વધુ મતદાન પાલનપુરના હાથીદરા ગ્રામ પંચાયતની સીટ પર 39.60 ટકા નોંધાયું હતું. જ્યારે સૌથી ઓછું મતદાન કાંકરેજના અરણીવાડા ગામે 52.94 ટકા નોંધાવા પામ્યું હતું.જ્યારે જિલ્લાની 7 ગ્રામ પંચાયતોમાં કુલ 68.51 ટકા મતદાન નોંધાયું હતું.

પાલનપુર,વડગામ,દાંતા,કાંકરેજ તેમજ ભાભર તાલુકાની 7 ગ્રામ પંચાયતોની રવિવારે સામાન્ય,મધ્યસત્ર તેમજ પેટા ચૂંટણી બંદોબસ્ત વચ્ચે યોજાઈ હતી. પાલનપુર તાલુકાના હાથીદરા ગામે સરપંચની સામાન્ય ચૂંટણી યોજાઇ હતી.જેમાં 1562 મતદારો મતદાન કરવાના હતા જેમાંથી 1462 મતદારો મતાધિકાર અપનાવતા 93.60 ટકા મતદાન નોંધાયું હતું જ્યારે વડગામ તાલુકાના કરનાળા ગામે સરપંચની પેટા ચૂંટણી યોજાઈ હતી.જેમાં 4465 મતદારો મતદાન કરવાના હતા.જેમાંથી 3107 મતદારોએ મતદાન કરતાં 69.59 ટકા મતદાન નોંધાયું હતું.જ્યારે વડગામના ફતેગઢ ગામે વોર્ડ નં.7 માં સભ્યોની પેટા ચૂંટણી યોજાઇ હતી.જેમાં 236 મતદારો મતદાન કરવાના હતા જેમાંથી 157 મતદારોએ મતદાન કર્યું હતું. જેને લઇ 66.53 ટકા મતદાન નોંધાયું હતું.જ્યારે દાંતાના કુંભારીયા ગામે સરપંચની પેટા ચૂંટણી યોજાઈ હતી જેમાં 5275 મતદારો મતદાન કરવાના હતા.જેમાંથી 3033 મતદારોએ મતાધિકાર અપનાવતા 57.50 ટકા મતદાન નોંધાયું હતું.જ્યારે કાંકરેજના અરણીવાડા ગામે પણ સરપંચની પેટા ચૂંટણી યોજાઈ હતી.જેમાં 1870 મતદારો મતદાન કરવાના હતા.અનુસંધાન પાના નં-2

જેમાંથી 990 મતદારોએ જ મતાધિકાર અપનાવ્યો હતો.જેને લઇ 52.94 ટકા મતદાન નોંધાયું હતું.જ્યારે કાંકરેજના રતનપુરા(શિ) ગામે સરપંચની પેટા ચૂંટણી યોજાઈ હતી.જેમાં 1301 મતદારો મતદાન કરવાના હતા.જેમાંથી 1162 મતદારોએ મતદાન કરતાં 89.32 ટકા મતદાન નોંધાયું હતું.જ્યારે ભાભરના વજાપુરનવા ગામે સરપંચની મધ્યસત્ર ચૂંટણી યોજાઈ હતી.જેમાં 1678 મતદારો મતદાન કરવાના હતા જેમાંથી 1316 મતદારોએ મતદાન કરતાં 78.43 ટકા મતદાન નોંધાયું હતું.જેને લઇ જિલ્લાના 5 તાલુકામાં યોજાયેલી 7 ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં કુલ 16387 મતદારો મતદાન કરવાના હતા.જેમાંથી 11227 મતદારોએ મતદાન કરતાં 68.51 ટકા તદાન નોંધાયું હતું.

અન્ય સમાચારો પણ છે...