છાપી નજીક કારચાલકે ટ્રેક્ટરને પાછળથી ટક્કર મારતાં એકનું મોત, બેને ગંભીર ઇજા

Palanpur News - one died when a tractor collided with a tractor near print leaving two seriously injured 081611

DivyaBhaskar News Network

Dec 05, 2019, 08:16 AM IST
વડગામ તાલુકાના છાપી નજીક બુધવારે સવારે ટ્રેકટરને પાછળથી કારે ટક્કર મારતાં ટ્રેકટર સવાર ઇસમ નીચે પટકાતાં મોત નીપજ્યું હતું. જ્યારે બેને ગંભીર ઇજાઓ થતાં સારવાર અર્થે સિધ્ધપુર સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા.

પાલનપુર-મહેસાણા હાઇવે ઉપર આવેલ છાપી હાઇવે ઉપર અધુરીયા પુલ નજીક છાપીથી સિદ્ધપુર તરફ જતાં એક ટ્રેક્ટરને પાછળથી પુરઝડપે આવતી કારના ચાલકે ટક્કર મારતાં ટ્રેકટરમાં સવાર સકરાભાઈ કાંનજીભાઈ પરમાર (રહે.વરવાડિયા, તા.વડગામ) નીચે પટકાતાં માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં ઘટના સ્થળે મોત નિપજયું હતું. જ્યારે ટ્રેકટર ચાલક જશવંતસિંહ હડિયોલ (રહે.વરવાડિયા,તા.વડગામ) અને કાર સવાર ઉકાજી પુરોહિત (રહે.ભીનમાલ-રાજસ્થાન)ને ગંભીર ઇજાઓ થતાં સિધ્ધપુર સિવિલમાં ખસેડયા હતા. અકસ્માત સર્જાતા હાઇવે ઉપર એક તરફનો ટ્રાફિકજામ થતાં છાપી પીએસઆઇ રાણા ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક રાબેતા મુજબ કર્યો હતો. અકસ્માતમાં કારનો ભુક્કો બોલી ગયો હતો. જ્યારે ટ્રેકટર 150 ફૂટ દૂર ફંગોળાયું હતું.

X
Palanpur News - one died when a tractor collided with a tractor near print leaving two seriously injured 081611

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી