એક તરફ લોકસભા ઇલેક્શનને લઈ શાંતિપૂર્ણ માહોલમાં મતદાનની પ્રક્રિયા

Palanpur News - on the one hand taking the lok sabha elections to a peaceful atmosphere in the voting process 065123

DivyaBhaskar News Network

Apr 25, 2019, 06:51 AM IST

એક તરફ લોકસભા ઇલેક્શનને લઈ શાંતિપૂર્ણ માહોલમાં મતદાનની પ્રક્રિયા હાથ ધરાઈ રહી હતી તે દરમિયાન કેટલાક શખ્સોએ ઇવીએમના વિડિયો અને ફોટા સોશિયલ મીડિયામાં ફરતા કરી દીધા હતા. આ ઘટનાને ચૂંટણીપંચે ગંભીરતાથી લીધી હતી. ચૂંટણીપંચના આચાર સંહિતા વિભાગ દ્વારા મતદાન મથકમાં 2 ઇવીએમના ફોટા વાઇરલ કરાતા એસપીને લેખિત જાણ કરાઈ છે. જેમાં થરાદના ગણેશપુરામાં અને વાવના ડાભીમાં ઇવીએમના વિડિઓ ફરતા કરી દેવાયા હતા. જે મામલે એસપીને લેખિત મોકલી સમગ્ર મામલાની તપાસ કરી જો ગુનાહિત કૃત્ય હોયતો કાયદેસરની કાર્યવાહી કરવા જણાવાયુ છે.

X
Palanpur News - on the one hand taking the lok sabha elections to a peaceful atmosphere in the voting process 065123
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી