તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાલનપુર પાલીકાના પુર્વ વિસ્તારના દબાણ ઝુંબેશના આઠમા દિવસે શનિવારે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાલનપુર પાલીકાના પુર્વ વિસ્તારના દબાણ ઝુંબેશના આઠમા દિવસે શનિવારે પાલિકાની ટીમ શહેરના માલણ દરવાજા વિસ્તારમાંથી દબાણ ઝુંબેશ આદરી હતી.જેમાં પાલિકા દ્વારા માલણ દરવાજા વિસ્તારમા કેટલાક શૌચાલયોના પાકા દબાણોને છોડી દઇ ભંગારની લાટીના વેપારીનો સર સામાન કબજે કરાતા વેપારી અને પાલિકા દબાણ અધિકારી રસ્તા વચ્ચે જ સામસામે આવી ગયા હતા.

પાલનપુરમા પૂર્વ વિસ્તારમા દબાણ ઝુંબેશના આઠમા દિવસે પાલિકાની ટીમ માલણ દરવાજા વિસ્તારમાં દબાણ હટાવવા પહોંચી હતી જ્યા પાલિકા દ્વારા કમોટાભાગની ભંગારની લાઠી ધરવાતા વેપારીઓને રસ્તામા પડેલો સામાન દુર કરવા જણાવ્યુ હતુ જ્યારે વિસ્તારમાં આવેલા કેટલાક રહેણાંકોના શૌચાલયોના પાકા દબાણોને છોડી તેની બાજુમાં આવેલા ભંગારની લાટીનો કેટલાક સામાન કબજે કરી લેતા વેપારી અને પાલિકા દબાણ અધિકારી રોડ વચ્ચે જ સામસામે આવી ગયા હતા.જેને લઇ વિસ્તારમા થોડી વાર માટે તંગદિલી ભર્યુ વાતાવરણ સર્જાયુ હતુ.જ્યારે રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકોને પણ રોડ વચ્ચે જ થંભી જવાનો વારો આવ્યો હતો.તે બાદ વેપારી સાથે સમાધાન થતા વેપારીને આગામી સમયમાં અડચણ રૂપ સામાન ન મુકવાની શરતે કોઇ પણ જાતનો દંડ વસુલ્યા વિના જ સામાન પરત કરી દેવાયો હતો.

અન્ય સમાચારો પણ છે...