ભાભરના જુના એક્સચેન્જ વિસ્તારમાં રવિવારે સાંજે દુકાનથી ઘરે જઈ

Palanpur News - on sunday evening in the old exchange area of bharab he went home from the shop 065145

DivyaBhaskar News Network

Apr 25, 2019, 06:51 AM IST

ભાભરના જુના એક્સચેન્જ વિસ્તારમાં રવિવારે સાંજે દુકાનથી ઘરે જઈ રહેલા 70 વર્ષિય સોની વેપારી પાસેથી સોના ચાંદીના દાગીના ભરેલો થેલો લઈ બાઈક પર સવાર બે અજાણ્યા યુવકો ફરાર થઇ ગયા હતા. જેઓ સીસીટીવી કેમેરામાં મોઢા ઉપર રૂમાલ બાંધેલી હાલતમાં જોવા મળ્યા બાદ ભાભર પોલીસે તપાસ કરી 4 શકમંદોની અટકાયત કરી હતી જેમણે પૂછપરછમા લૂંટની ઘટનાને અંજામ આપી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે જુદા જુદા સ્થળેથી તમામ સામાન જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.

ભાભરમાં વર્ષોથી સોના ચાંદીનો વેપાર કરતાં 70 વર્ષના સગાળચંદ ધારશીભાઇ ઠક્કર પાસેથી મંગળસૂત્ર, બુટી, લોકેટ, ચેન ઝુમ્મર મળી 73 તોલા દાગીના અને 500 ગ્રામ ચાંદી મળી 19.25 લાખના દાગીના ભરેલી બેગ ઝૂંટવી લાલ બાઇક પર આવેલા બે લૂંટારા ફરાર થઇ ગયા હતા. ઘટનાની જાણ ભાભર પોલીસને થતાં ત્વરીત જુદી જુદી ટીમો બનાવી તપાસનો દોર આરંભાયો હતો.

ભાભર પોલીસ સૂત્રોએ સમગ્ર મામલાની વિગતો આપતા જણાવ્યું હતું કે " એસ.પી પ્રદીપ સેજુળ અને ડીવાયએસપી પીએચ ચૌધરીના માર્ગદર્શન હેઠળ સીસીટીવી કેમેરાના આધારે લાલ રંગના પલ્સર બાઇકની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જેમની પાસે લાલ રંગના પલ્સર બાઈક હતા તેમની પૂછપરછ હાથ ધરાઈ હતી. જેમાં ભાભરનવામાં નવામાઢ ખાતે રહેતો વાસુભા મેરૂભા રાઠોડ અને ભાભર નવાના લુદરીયાવાસ વિસ્તારમાં રહેતો મુકેશ મગનજી ઠાકોરને દબોચી લઇ કડકાઇપૂર્વક પૂછપરછ હાથ ધરતા ગુન્હો કબૂલી લીધો હતો મામલામાં અન્ય બે સગીરની પણ અટકાયત કરાઇ હતી. ચારેય પાસેથી મુદ્દામાલ જપ્ત કરી ભાભરની કોર્ટમાં આરોપીઓને રજૂ કરાયા હતા. જેમાં પાંચ દિવસના રિમાન્ડની માગણી કરતા પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હતા. "

X
Palanpur News - on sunday evening in the old exchange area of bharab he went home from the shop 065145

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી