તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગઢ પંથકની એક સગીરાને શનિવારે બપોરે સરસ્વતી તાલુકાના ખલીપુરનો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગઢ પંથકની એક સગીરાને શનિવારે બપોરે સરસ્વતી તાલુકાના ખલીપુરનો એક યુવક ભગાડી લઈ જઈ તેની ઉપર દુષ્કર્મ ગુજાર્યું હતું.જ્યાં મંગળવારે સગીરા મળી આવતાં સગીરાની માતાએ ગઢ પોલીસ મથકે આ યુવક વિરૂદ્ધ અપહરણ તેમજ દુષ્કર્મનો ગુના નોંધાવ્યો છે.ડીસાના ઇન્ચાર્જ સીપીઆઈ જે.એન.ખાંટ વધુ તપાસ ચલાવી રહ્યા છે.

ગઢ પંથકના એક ગામની વિધવા પોતાના સંતાનો સાથે ઘરે હતી.તે દરમિયાન શનિવારે તેની સગીર દીકરી ઘરમાં ન હતી. જેની આજુબાજુમાં તપાસ કરતાં પણ મળી આવેલ નહીં. જ્યાં બે દિવસ બાદ મંગળવારે તે મળી આવતાં તેની વિધવા માતાએ પૂછપરછ કરતા આ સગીરાને વિનોદજી મેલાજી ઠાકોર (રહે.ખલીપુર,તા.સરસ્વતી,જિ.પાટણ) તેને લલચાવી-ફોસલાવી તેનું અપહરણ કરીને ભગાડી ગયો હતો.અને દુષ્કર્મ આચર્યું હતું. જે અંગે સગીરાની વિધવા માતાએ મંગળવારે ગઢ પોલીસ મથકે વિનોદજી મેલાજી ઠાકોર વિરુદ્ધ પોસ્કો એકટ મુજબ ગુનો નોંધાવ્યો છે.ગઢ પોલીસે ગુનો દાખલ કર્યા બાદ વધુ તપાસ ડીસા ઇન્ચાર્જ સીપીઆઇ જે.એન.ખાંટ વધુ તપાસ ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો