તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એક તરફ આરોગ્યના કર્મીઓ હડતાલ પર ઉતરતા હાલ માત્ર

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

એક તરફ આરોગ્યના કર્મીઓ હડતાલ પર ઉતરતા હાલ માત્ર આશા વર્કર અને આશા ફેસીલેટર બહેનો પાસે આરોગ્ય નું કામ કરાવાઈ રહ્યું છે તેવામાં દાંતા તાલુકાની આશા બહેનો પણ હડતાળ પર ઉતરી જતા આરોગ્યની તમામ સેવાઓ ખોરવાઈ ગઈ હતી.અહીં આવતા દર્દીઓ પણ હાલાકીમાં મુકાઈ ગયા છે.

દાંતા તાલુકાના જુદા જુદા ગામોમાં ફરજ બજાવતી આરોગ્ય વિભાગની આશા વર્કર સ્ટાફની 80 થી વધુ બહેનો સમાન વેતન અને સમાન કામની માંગણી સાથેહડતાળ પર ઉતરી ગઈ હતી. જેના લીધે દાંતા તાલુકાની સંપૂર્ણ આરોગ્ય સેવાઓ ખોરવાઈ ગઈ હતી. આશા બહેનો એ પોતાની વ્યથા રજૂ કરતા જણાવ્યું હતું કે \\\"અમે અન્ય આરોગ્યના સ્ટાફ જેટલું જ કામ કરીએ છીએ તેમ છતાં અમને પૂરતું વેતન મળતું નથી. આશા બહેનો માટે પણ સમાન કામ સમાન વેતનનો નિયમ લાગુ કરવો જોઈએ.’

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો