તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પુત્રને ત્રાસ આપી મરવા મજબૂર કરનાર જમાઇ અને વેવાઇ સામે ગુનો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

સુઇગામના બેણપ ગામના યુવકે બુધવારે તેના બનેવી અને સસરાના ત્રાસથી મરતો હોવાનો વીડિયો બનાવી તેના મિત્રને વીડિયો મોકલી નર્મદા કેનાલમાં છલાંગ લગાવી મોતને વ્હાલુ કર્યું હતું.ઘટનાને પગલે મૃતક યુવકના પિતાએ પુત્રને ત્રાસ આપી મરવા મજબુર કરનારા જમાઇ સહિત વેવાઇ સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.

સુઇગામના બેણપ ગામે રહેતા મિતેષભાઇ મુક્તિલાલ પંડ્યા અને તેની બહેનની સાટા પ્રથામાં સગું થયું હતું.જોકે બુધવારે યુવક મિતેષભાઈએ \\\"હું મારા બનેવી વિક્રમભાઇ અને મારા સસરા નાગજીભાઇના ત્રાસથી મરવા જઇ રહ્યો છું.આ લોકોએ મને અને મારી બહેનને હેરાન કર્યા છે હું એકલો પડી ગયો છું.આ લોકોને સજા મળવી જોઈએ”તેવો વીડિયો બનાવી તેના મિત્રને સોશિયલ મીડિયાથી મોકલી કેનાલમાં છલાંગ લગાવી મોતને વ્હાલું કર્યું હતું.ઘટનાની જાણ મૃતક મિતેશના પિતા મુક્તિલાલ પંડ્યાને થતાં મિતેશના ફોનમાંથી તેના મિત્રને મોકલેલા વીડિયોને આધારે પુત્રને મરવા મજબૂર કરનારા જમાઇ વિક્રમભાઇ નાગજીભાઇ પંડ્યા અને વેવાઇ નાગજીભાઇ નરબતભાઇ પંડ્યા સામે ફરિયાદ નોંધાવી હતી.

સુઇગામના બેણપના યુવકે વીડિયો બનાવી કેનાલમાં છલાંગ મારી મોતને વ્હાલું કર્યું હતુ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો