તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાલનપુર નગરપાલિકા દ્વારા કુંવરબા સ્કૂલથી વિદ્યામંદિર સુધી નવા માર્ગની

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાલનપુર નગરપાલિકા દ્વારા કુંવરબા સ્કૂલથી વિદ્યામંદિર સુધી નવા માર્ગની કામગીરી દરમિયાન શનિવારે નડતરરૂપ શૌચાલયો તોડવાની કામગીરી હાથ ધરી હતી.જેમાં વૃદ્ધ દંપતીના મકાન આગળનું શૌચાલય તોડવાનું શરૂ કરાતાં વૃદ્ધ દંપતી શરીરે કેરોસીન છાંટી સળગી મરવાનો પ્રયાસ કરતાં ખળભળાટ મચી ગયો હતો.જોકે પોલીસે દંપતીની અટકાયત કરી પોલીસ મથકે લઇ ગયા હતા અને શૌચાલય તોડવાની કામગીરી મુલતવી રખાઈ હતી.

પાલનપુર શહેરના પોલીસ હેડ ક્વાર્ટર જવાના માર્ગ પર ફાયર સ્ટેશનની સામે ઈશ્વરભાઈ હરચંદજી ઠાકોર (ઉમર વર્ષ 65) 1955 થી રહે છે. ત્યારે નગરપાલિકા દ્વારા હેડ ક્વાર્ટરથી જ્યોર્જ ફિફ્થ ક્લબ સુધી માર્ગ નવીનીકરણની કામગીરી માટે શનિવારે સવારે નગરપાલિકાની ટીમ ઝાડી-ઝાંખરા હટાવવા આવી હતી જોકે બાદમાં જેસીબી લઈને સંડાશ બાથરૂમ પણ તોડવાની કોશિશ કરતા ઈશ્વરભાઈ ઠાકોર અને તેમના પત્ની શારદાબેન ઠાકોર એ પોતાના શરીર પર કેરોસીન છાંટી દીધું હતું. અને કેરોસીનનો ડબ્બો તેમની પાસેથી હટાવી લેવા ફરજપરના 2 પોલીસ કર્મીઓને ભારે જહેમત ઉઠાવવી પડી હતી. કેરોસીન લગાવેલી હાલતમાં નગરપાલિકાના જવાબદાર અધિકારીઓ સામે આક્રોશ વ્યક્ત કરતા દંપતીએ જણાવ્યું હતુંકે આખા ગામનું દબાણ દેખાતું નથી અને એક શૌચલાય તોડવા કોઈ જાણ કર્યા વગર આવી ગયા છે. અમારે ક્યાં જવાનુંω.

અત્રે ઉલખનિય છેકે માત્ર બે જ પોલીસ કોન્સ્ટેબલ ઘટનાસ્થળે હાજર હતા અને તેમણે સમજાવટપૂર્વક સમગ્ર મામલો થાળે પાડયો હતો અને ઉચ્ચ અધિકારીને જાણ કરતા ડીવાયએસપી પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા જેમણે વૃદ્ધ દંપતીને પોલીસ વાનમાં બેસાડી અટકાયતી પગલા લીધા હતા. 25 વર્ષ સુધી હોમગાર્ડમાં ફરજ બજાવનારા ઈશ્વરજી ઠાકોરના પુત્ર અહીં બાજુમાં જ નાસ્તાની લારી ચલાવે છે જેની ડીવાયએસપીએ પૂછપરછ હાથ ધરી હતી. અને સમગ્ર મામલાની વિગત જાણવાનો પ્રયાસ કર્યો હતો.

બાદમાં નગરપાલિકાનો સ્ટાફ ઘટના સ્થળનું પંચનામું કરી કામગીરી યથાવત સ્થિતિમાં રાખી જેસીબી મશીન લઈ પરત ફર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...