બનાસકાંઠા લોકસભા ચૂંટણીમાં ગત વર્ષની ચૂંટણી કરતા વધુ મતદાને

Palanpur News - more voting than last year39s election in the banaskantha lok sabha elections 065148

DivyaBhaskar News Network

Apr 25, 2019, 06:51 AM IST

બનાસકાંઠા લોકસભા ચૂંટણીમાં ગત વર્ષની ચૂંટણી કરતા વધુ મતદાને સૌને ચોંકાવી દીધા છે. ઇવીએમમાં હાલ તમામ મતો કેદ છે.ત્યારે કઈ વિધાનસભા એ કયા નેતા પર પસંદગી ઉતારી છે તેને લઈ જુદાજુદા મતો પ્રવર્તી રહ્યા છે.દાંતા વિધાનસભાના તેમજ થરાદ વિધાનસભાના મતદાનના આંકડાઓએ સમગ્ર જિલ્લામાં મતદારોના નવા ટ્રેન્ડની ચર્ચા થઈ રહી છે.બળબળતી બપોરે પણ કરવામાં આવેલું વોટિંગ સરકાર માટે છે કે સરકાર વિરુદ્ધ છે તેને લઈ સમગ્ર જિલ્લામાં ચર્ચા મુખ્ય મુદ્દો બની ગયો છે.

થરાદના પરબતભાઇ પટેલે લગભગ 71 ટકા મતદાનને મજબૂત સરકાર લાવવા લોકોએ ઉત્સાહથી મતદાન કર્યું હોવાનું જણાવ્યું હતું.તેમણે જણાવ્યું કે લોકો ઈચ્છે છેકે સમગ્ર દેશમાં કમળ ખીલે તે માટે થરાદના મતદારોએ ઉત્સાહભર્યા માહોલમાં મતદાન કર્યું છે.તો બીજીતરફ કોંગ્રેસના પરથીભાઈ ભટોળે જણાવ્યું હતુંકે જીત મારી જ નિશ્ચિત છે.પ્રજાએ આપેલો ચુકાદો મારીજ તરફેણમાં રહેશે.આંકડા ઉપર નજર કરીએ તો વાવ વિધાનસભાના 2,67,828 મતો પૈકી પૈકી 1,68,939 મતો પડ્યા હતા. થરાદના 2,17,699 મતો પૈકી 1,54,516 મતો,ધાનેરાના 2,39,025 મતો પૈકી 1,48,614 મતો, દાંતાના 2,27,645 મતો પૈકી1,58,651 મતો, પાલનપુરના 2,60,313 મતો પૈકી 1,60,317 મતો, ડીસાના 2,60,640 મતો પૈકી 1,63,015 મતો, જ્યારે દિયોદરના 2,22,963 મતો પૈકી 1,44,321 મતો પડ્યા હતા.આમ બનાસકાંઠા લોકસભાના 16,96,113 મતદારો પૈકી 10,97, 313 મતદારોએ મતદાનની પ્રક્રિયામાં ભાગ લીધો હતો. બનાસકાંઠા લોકસભામાં માત્ર 4 વ્યંઢળ મતદારો પૈકી 3 મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.જેમા ત્રણ મતદાર ધાનેરામાં અને એક મતદાન ડીસામાં નોંધાયો હતો.જે પૈકી ડીસાના 1 મતદારે જ્યારે ધાનેરાના 2 વ્યંઢળ મતદારે મતદાન કર્યું હતું.

X
Palanpur News - more voting than last year39s election in the banaskantha lok sabha elections 065148

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી