તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહેસાણા, ડીસા/પાલનપુર| ઉત્તર ગુજરાતમાં 13 ફેબ્રુઆરી 2007 પછી 12 વર્ષ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહેસાણા, ડીસા/પાલનપુર| ઉત્તર ગુજરાતમાં 13 ફેબ્રુઆરી 2007 પછી 12 વર્ષ બાદ મંગળવારે સાર્વત્રિક માવઠું થયું હતું. મંગળવાર સાંજે 25 થી 30 મિનિટ સુધી કમોસમી વરસાદ વરસ્યો હતો. આ દરમિયાન 14 કિલોમીટરની ઝડપે ફૂંકાયેલા પવનના કારણે ખેતરમાં ઉભા શિયાળુ પાકને ભારે નુકશાન થયું છે. ઉત્તર ગુજરાતના પાંચેય જિલ્લામાં સાર્વત્રિક માવઠું થયું હતું, જે પૈકી 16 તાલુકામાં 0.5 મીમી થી માંડી 7 મીમી સુધીનો કમોસમી વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ માવઠું મેઘરજમાં 7 મીમી અને મોડાસામાં 6 મીમી નોંધાયું હતું.જ્યારે બનાસકાંઠાના દિયોદર અને કાંકરેજમાં 3 મીમી વરસાદ અને ડીસામાં 2 મીમી વરસાદ પડ્યો હતો.મહા મહિનામાં માવઠાએ ખેડૂતોના જીવ અધ્ધર કરી નાખ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો