વડગામ તાલુકાના શેરપુરા ગામના વતની મનોજ પરમાર નામના તલાટી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વડગામ તાલુકાના શેરપુરા ગામના વતની મનોજ પરમાર નામના તલાટી યુવાનનું કાર અકસ્માતમાં ગત સપ્તાહે મોત નીપજ્યું હતું. વ્હાલસોયા બાળકોને નોંધારા છોડી ગયેલા પરિવારને મદદ કરવા માટે પોતાના જ સાથી કર્મીઓ આગળ આવ્યા હતા. અત્યંત ભાવુક ક્ષણોમાં જીલ્લા તલાટી મંડળે સાડા છ લાખ રૂપિયાનો ચેક પરિવારને આપી પારિવારિક ભાવનાના દર્શન કરાવ્યા છે.

27 માર્ચે બુધવારે સાંજે વાવ તાલુકાના માડકા ગામમાં તલાટી પદે ફરજ બજાવતા મનોજ પરમાર પોતાની સેન્ટ્રો કારમાં પસાર થઈ રહ્યા હતા તે વખતે વડગામ તાલુકાના છાપી ગામ નજીક શેરપુરા પાસે મોતને ભેટ્યા હતા. પોતાના ગામ શેરપુરા પાસે જ અમદાવાદથી દિલ્હી જઇ રહેલી ખાનગી લક્ઝરી બસે ટક્કર મારતા કારનો ખુરદો બોલાઈ ગયો હતો. ઘટનાના પગલે સમસ્ત શેરપુરા ગામમાં આઘાત પ્રસરી ગયો હતો. 5 વર્ષનો દીકરો અને 3 વર્ષની દીકરી ઘરે પિતાની રાહ જોતી રહી ગઈ અને ઘરનો એક માત્ર કમાનાર જુવાન જોધના મોતથી પરિવારના અનુસંધાન પાના નં-2

પગ નીચેથી જાણે જમીન સરકી ગઈ. મિત્રોએ આ દુઃખની વેળાએ સોશિયલ મીડિયા પર શ્રદ્ધાંજલિ પાઠવવાનું શરૂ કર્યું. મનોજે પોતાના બાળકો સાથે ઉભો હોય તેવો જે ફોટો પોસ્ટ કર્યો હતો તે જોઈ સાથી તલાટી મિત્રો બેચેન થયા અને પરિવારને મદદ કરવાની ભાવના સાથે આખા જિલ્લામાં ટહેલ નાખી અને માત્ર 2થી3 દિવસમાં 6.61 લાખ જેટલી માતબર રકમ જમા થઈ ગઈ. 50 હજારનો સહયોગ આપનાર જીલ્લા તલાટી મંડળના પ્રમુખ મહેશ ડેલે જણાવ્યું હતું કે \\\" અમારા માટે આ બહુ જ ગંભીર ઘટના હતી. અમારો ઈરાદો પરિવારને મદદ કરવાનો હતો અને એટલે જ સાડા છ લાખનો ચેક સમગ્ર બનાસકાંઠા જિલ્લા તલાટી મંડળ પરિવાર વતી સદગતના પરિવારને આપ્યો છે.’અન્ય સમાચારો પણ છે...