તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Vav News Make A Little Less Cost For Greece Sticky Traps Pesticide Costs And Farm Production Capacity Will Increase Significantly 035113

ગ્રીસ થકી નજીવા ખર્ચે બનાવો સ્ટિકી ટ્રેપ, કીટનાશકનો ખર્ચો બચશે અને ખેતીની ઉત્પાદન ક્ષમતા ખાસ્સી વધશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કૃષિ ભાસ્કર | સુરત | હાલમાં ખેડૂતો પોતાના ખેતરમાં પાકને વિવિધ રોગો સામે બચાવવા માટે રાસાયણિત જંતુનાશકોનો ઉપયોગ કરે છે. કેટલાક ખેડૂતો તો કૃષિ તજજ્ઞોની સલાહ અનુસાર કામ કરતાં ન હોવાથી તેઓ આવા જંતુનાશકોનો ઉપયોગ વધારે પડતો કરે છે. જેને પરિણામે ખેડૂતોને પાક તો સારો મળે છે. પરંતુ ખેતરમાં રહેલી માટીનું ધનોતપનોત નીકળી જાય છે. ત્યારે ખેડૂતોએ પોતાના ખેતરમાં આધુનિક નહીં પરંતુ થોડી બુધ્ધિ અને ચતુરાઈનો ઉપયોગ કરે તો ઘરબેઠા જ રોગજન્ય કીટકોનો નાશ કરી શકે છે. આવું જ એક કીટનાશક ગ્રીસના ઉપયોગ થકી તૈયાર કરી શકાય છે. જેને સ્ટિકી ટ્રેપ કહેવામાં આવે છે આ ટ્રેપ ખેડૂનો ખેતરમાં ઉપયોગ કરે તો ઘણાં નજીવા ખર્ચે બનતાં સ્ટિકી ટ્રેપ થકી જંતુનાશકોનો ખર્ચો તો બચશે જ તેની સાથે ખેડૂતો પોતાના ખેતરમાં ઉત્પાદન ક્ષમતા વધારવાની સાથે માટીના ગુણવતાતા પણ જળવાઈ રહેશે.

બાઈક અને કારમાં ઉપયોગ થતું ગ્રીસ તમારી ખેતીને કીટકોથી બચાવી શકે છે
તમે ખૂબ જ મહેનત થી વાવેતર કર્યું ને તમારો પાક ખીલી ઉઠ્યો. પછી પાક કાપવા નો સમય નજીક આવતા પહેલા જ અચાનક જંતુઓ નો હુમલો થયો અને પાક ને ભારે નુકસાન થયું. કાંઈક આવું જ થાય છે ખેડૂતો ની સાથે. ખેડૂતો પણ આ મુશ્કેલી થી બચવા માટે દરેક વખતે રાસાયણિક દવાઓ નો છિડ઼કાવ કરે છે અને વિચારે છે કે હવે એમનો પાક બચી ગયો. પરંતુ પાક તો બચી ગયો પણ ખેતર ની માટી ની ઉત્પાદન ક્ષમતા ઘટી ગઈ. એવા માં થયું તો એજ જેનો ડર હતો. એક તરફ નુકસાન બચ્યું તો બીજી તરફ નુકસાન થઇ જ ગયું

સવાલ એ છે કે આ સમસ્યાથી બચવાનો રસ્તો શું છે. આ સમસ્યાનો શ્રેષ્ઠ ઉપાય છે સ્ટિકી ટ્રેપ (Sticky Trap).

આ સ્ટિકી ટ્રેપ શું છે અને તેના ફાયદા શું છે?
સ્ટિકી ટ્રેપ એક શીટ હોય છે જેના એક ભાગ પાર ચીકણો લેપ લાગેલો હોય છે. જયારે કીટો પાક પર હુમલો કરે છે ત્યારે આ શીટ ની ચીકણાશ વાળી સાઈડ પર કીટ ચોંટી જાય છે અને મારી જાય છે. સ્ટિકી ટ્રેપ ઘણા રંગો માં મળે છે. એને બજાર માં થી ખરીદી શકાય છે અને ઘરે પણ બનાવી શકાય છે. સ્ટિકી ટ્રેપ ના ઉપયોગ થી કીટો ના હુમલાથી પાકને થતા નુકસાનથી બચી શકાય છે

આના ઉપયોગથી કીટનાશક પર કરવામાં આવતા મોટા ખર્ચથી બચી શકાય છે. કીટનાશક ના ખર્ચ અને લગાતાર ઉપયોગના કારણે ખેતરની માટીની ઉપજ ક્ષમતા ઘટી જાય છે. પરંતુ સ્ટિકી ટ્રેપના ઉપયોગથી માટીની ઉપજાઉ ક્ષમતા ને કોઈ નુકસાન થતું નથી. કીટોના કારણે પાકને થતા નુકસાનને 40થી 50 પ્રતિશત ઓછું કરી શકાય છે.

ઘરે સ્ટિકી ટ્રેપ કેવી રીતે બનાવવું?
સ્ટિકી ટ્રેપ મુખ્યત્વે 4 અલગ અલગ રંગ જેવા કે વાદળી, કાલા, પીળા અને સફેદ રંગમાં બનાવી શકાય છે. એને બનાવવા માટે પુંઠા, ટીન કે પ્લાસ્ટિકની શીટ લેવી. જેની લંબાઈ 1.5 અને પહોળાઈ 1 ફુટ હોવી જોઈએ. હાર્ડ બોર્ડ કે કાર્ડ બોર્ડથી પણ આને બનાવી શકાય છે. બોર્ડને લટકાવવા માટે એમાં બે કાણાં પાડો. પછી શીટના ટુકડા પર સફેદ ગ્રીસ લગાડી દેવું. હવે પછી આ બોર્ડને એક દોરીથી એક વાસ સાથે બાંધી દો. પાકની ઊંચાઈથી 1 ફુટ ઉપર બાંધવી જેથી જંતુઓનો હુમલો થાય તો રસ્તામાં આ સ્ટિકી ટ્રેપ આવી જાય અને એ આ ટ્રેપ પર ચોંટીને મરી જાય છે.

વિવિધ રંગોની કીટ શીટનો ઉપયોગ
પીળો રંગ : જો તમે શાકભાજીનું વાવેતર કર્યું છે તો એના પર સફેદ માંખી, લીફ માઇનોર અને એફિડ જેવા કીટની હુમલાની સંભાવના રહેતી હોય છે. આ કીટકોને પીળા કલરની શીટના ઉપયોગથી ફસાવી શકાય.

વાદળી રંગ : અગર તમે ફૂલો અને ધાન નું વાવેતર કર્યું છે તો થ્રાપીસ્ટ કીટનો હુમલો થઇ શકે છે. આ કીટ કેટલીક શાકભાજીઓ પાર પણ ત્રાટકે છે. એવામાં આવી ખેતીમાં વાદળી રંગની શીટ લગાડવી યોગ્ય રહેશે.

સફેદ રંગ : તમે તો ફળોનું વાવેતર કર્યું છે તો સફેદ રંગની સ્ટિકી ટ્રેપનો ઉપયોગ કરવો જોઈએ કારણ કે ફળોની ખેતી પર બગ કીટ એન્ડ ફ્લાય બીટલ કીટનો હુમલો સામાન્ય પણે જોવા મળતો હોય છે.

કાળો રંગ : ટામેટાની ખેતી ને સૌથી વધારે ખતરો અમેરિકન પિન વોર્મ થી રહેતો હોય છે. એનાથી પાકને બચાવા માટે સ્ટિકી ટ્રેપનો ઉપયોગ કરવો જોઈએ.

વૈજ્ઞાનિકોની સલાહ પ્રમાણે સ્ટિકી ટ્રેપને પાકની ઊંચાઈ થી 1 ફુટ ઉપર લગાડવી જોઈએ. આ સાથે ખેતરમાં ઘણાં રંગોની સ્ટિકી ટ્રેપ લગાડવી જોઈએ.

અન્ય સમાચારો પણ છે...