થરાદના દુધવામાં પતિની હત્યા કરનાર પત્ની અને તેના પ્રેમીને આજીવન કેદ

DivyaBhaskar News Network

Jan 12, 2019, 04:02 AM IST
Tharad News - life imprisonment for wife and her husband who killed her husband in tharad39s milk 040200
થરાદ તાલુકાના દુધવા ગામના યુવકની 3 વર્ષ અગાઉ નર્મદા કેનાલમાંથી શંકાસ્પદ હાલતમાં લાશ મળી હતી. જેમાં મૃતક યુવકની પત્નીએ પ્રેમી સાથે કાવતરું રચી પતિને ચપ્પુના ઘા મારી નર્મદા કેનાલ ફેંક્યો હોવાનુ બહાર આવ્યુ હતું. પોલીસે મૃતક યુવકની પત્ની સહિત તેના પ્રેમી અને અન્ય એમ ત્રણ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. જે કેસ નામદાર થરાદની સેશન્સ કોર્ટમાં ચાલી જતાં પતિની હત્યાનું કાવતરુ રચનારા પત્ની સહિત તેના પ્રેમીને આજીવન કેદ સાથે પાંચ હજારનો દંડ ફટકાર્યો હતો .અને અન્ય આરોપીઓને શંકાનો લાભ આપી છોડી દેવાયા હતા.

થરાદ તાલુકાના દૂધવા ગામના ગણપતભાઇ રામદાસભાઇ વણોલના લગ્ન લેંડાઉ ગામની બબીબેન સાથે થયા હતા.અવાર નવાર બબીબેનને તેનો પતિ હેરાન પરેશાન કરતો હોવાથી ગમન ઉર્ફે ગૌતમ નામના પ્રેમી સાથે મળી પતિનું કાસળ કાઢવા બબીબેને કાવતરૂં રચ્યુ હતું . જે કાવતરા મુજબ મહિલાના પ્રેમી ગૌતમે મૃતક ગણપતને મોટરસાઈકલ પર બેસાડી થરાદ નજીક મહાજનપુરા ગામ નજીકથી પસાર થતી નર્મદા કેનાલ નજીક લઇ ગયો હતો. મૃતક ગણપતને મહિલાના પ્રેમીએ દારૂ પીવડાવી નશામાં ચકચૂર કરી પેટના જમણા ભાગે અને ડાબા ભાગના છાતીના ભાગે ચપ્પાના ગાયિકા ઇજાગ્રસ્ત થયેલા ગણપતને કેનાલમાં ફેંકી ફરાર થઈ ગયો હતો. જો કે મૃતક ગણપતની લાશ કેનાલમાં મળી આવતાં પોલીસ દોડી આવી લાશને બહાર કાઢી હતી. મૃતકના શરીરના ભાગે તીક્ષણ હથિયાર વડે ઇજાઓના ઘા દેખાતા પોલીસે તપાસ હાથ ધરી હતી. તપાસના અંતે મૃતકની પત્નીએ તેના પ્રેમી સાથે મળી હત્યા કરાઇ હોવાનું બહાર આવતાં પોલીસે મૃતકની પત્ની સાહિત તેના પ્રેમી અને અન્ય ઈસમની ધરપકડ કરી હત્યાનો ગુનો નોંધ્યો હતો.જે કેસ શુક્રવારના રોજ નામદાર થરાદ એડિશનલ ડિસ્ટ્રિક્ટ સેશન કોર્ટમાં ચાલી જતાં તમામ આધાર પુરાવા સહિત સરકારી વકીલ આર.ડી .જોષીની દલીલોને ધ્યાને રાખી ન્યાયધીશ બી.એલ. ચૌધરીએ મૃતકની પત્ની બબીબેન ગણપતભાઇ દલિત અને તેનો પ્રેમી ગમનભાઈ ઉર્ફે ગૌતમભાઇ નાગાભાઈ દલિત (રહે.લેડાઉ ) બંનેને આજીવન કેદની સજા સાથે 5 હજારનો દંડ કર્યો હતો અને અન્ય આરોપી દિનેશ કાનજીભાઇ ઠાકોરને શંકાનો લાભ આપી છોડ્યો હતો.

X
Tharad News - life imprisonment for wife and her husband who killed her husband in tharad39s milk 040200
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી