રાધનપુર તાલુકાના દેલાણા-સરકારપુરા સીમમાં વારાહી ડિસ્ટ્રીબ્યુટરી કેનાલમાં ગાબડા પડવા સિલસિલો

રાધનપુર તાલુકાના દેલાણા-સરકારપુરા સીમમાં વારાહી ડિસ્ટ્રીબ્યુટરી કેનાલમાં ગાબડા પડવા સિલસિલો યથાવત રહયો છે....

DivyaBhaskar News Network | Updated - Dec 07, 2018, 04:35 AM
Vav News - latest vav news 043549
રાધનપુર તાલુકાના દેલાણા-સરકારપુરા સીમમાં વારાહી ડિસ્ટ્રીબ્યુટરી કેનાલમાં ગાબડા પડવા સિલસિલો યથાવત રહયો છે. છેલ્લા 18 દિવસમાં ત્રણ વાર એક જ જગ્યાએ ગાબડા પડ્યા છે ત્યારે ગુરૂવારે કેનાલમાં 10 ફૂટનું ગાબડું પડતા હજારો લીટર પાણી વેડફાઇને જીરાના પાકમાં ઘસી જતાં મોલને નૂકશાન પગલે ખેડુતોમાં આક્રોશ વ્યાપી ઉઠ્યો હતો.રાધનપુરના દેલાણા સીમમાં વારાહી ડિસ્ટ્રીબ્યુટરી કેનાલમાં 19 નવેમ્બરના રોજ દેલાણા પાસેની કેનાલમાં 15 ફુટનું અને ગડસઇ નજીક 4 ફુટનું ગાબડુ પડતા ખેતરોમાં પાણી ભરાયા હતા ત્યારે બાદ 30 નવેમ્બરના રોજ દેલાણા પાસે નર્મદા કેનાલમાં 15 ફુટનું ગાબડુ સર્જાયું હતું. લોકોને માંડ કેનાલથી શાંતિ થઇ હતી ત્યાં ગુરૂવારે સવારે પણ ત્રીજી વાર વારાહી ડિસ્ટ્રીબ્યુટરી સરકારપુરા કેનાલમાં 10 ફૂટનું ગાબડુ પડ્યુ હતું. આ ગાબડાના પગલે ખેડૂત નરસિંહભાઇ તેજાભાઇ ચૌધરીના સહિત ખેડૂતોના ખેતરમાં વાવેતર કરેલા જીરાના પાકમાં પાણી ફરી વળ્યાં હતાં.

X
Vav News - latest vav news 043549
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App