વાવમાં હિંગળાજ માના મંદિરમાં બે રૂમોનું ઉદ્દઘાટન

વાવ | વાવ ખાતે આવેલ શ્રી હિગળાજ માતાજીના મંદિરે તેમજ દુધેશ્વર મહાદેવના સાનિધ્યમાં બે રૂમો બનાવવામાં આવ્યા છે....

DivyaBhaskar News Network | Updated - Nov 11, 2018, 04:02 AM
Vav - latest vav news 040206
વાવ | વાવ ખાતે આવેલ શ્રી હિગળાજ માતાજીના મંદિરે તેમજ દુધેશ્વર મહાદેવના સાનિધ્યમાં બે રૂમો બનાવવામાં આવ્યા છે. જેનું ઉદ્દઘાટન બેસતા વર્ષના પવિત્ર દિવસે પાગલબાબાના હસ્તે કરવામાં આવ્યું હતું. વાવ ખાતે દુધેશ્વર મહાદેવના સાનિધ્યમાં મનજીજી હીરાજી વેજીયાએ રૂ. 9.25 લાખના સ્વખર્ચે રૂમ બનાવી આપેલ તેમજ હિંગળાજ માતાજીના મંદિરે પણ નવીન રૂમ બનાવવામાં આવ્યો છે.આ પ્રસંગે વાવ તાલુકા પંચાયત પ્રમુખ કાનજીભાઈ રાજપૂત, પૂર્વ વાવ સરપંચ હરિસિંહજી વેજીયા, મનજીજી હીરાજી વેજીયા, ડી.એમ.રાજપૂત, કાનજીભાઈ વેજીયા, રાણાજી રામજી વેજીયા, નાગજીભાઈ વેજીયા, મફતલાલ ત્રિવેદી, મંદિરના પૂજારી સહિત વેજીયા પરિવારના ભાઇઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

X
Vav - latest vav news 040206
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App