Home » Uttar Gujarat » Latest News » Palanpur » Vadgam News - latest vadgam news 042020

વડગામ તાલુકામાં ઇન્દિરા આવસ યોજના હેઠળ હજુ તાલુકાના કેટલાય

Divyabhaskar.com | Updated - Dec 07, 2018, 04:20 AM

વડગામ તાલુકામાં ઇન્દિરા આવસ યોજના હેઠળ હજુ તાલુકાના કેટલાય અરજદારોના હપ્તા મળ્યા નથી. અરજદારો પોતાના હપ્તા...

  • Vadgam News - latest vadgam news 042020

    વડગામ તાલુકામાં ઇન્દિરા આવસ યોજના હેઠળ હજુ તાલુકાના કેટલાય અરજદારોના હપ્તા મળ્યા નથી. અરજદારો પોતાના હપ્તા માટે વડગામ તાલુકા પંચાયતમાં આવેલી કચેરીના ધરમધક્કા ખાય છે પણ કચેરીના અધિકારીઓ અરજદારોને ઉદ્ધત જવાબ આપે છે. આ અંગે સરકારના ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે.

    વડગામ તાલુકામાં સરકાર દ્વારા ઇન્દિરા આવાસ યોજનામાં તાલુકામાં કેટલાય લોકોને પોતાના ઘર બનાવવા માટે મકાન પાસ થયા હતા અને તેમાં અરજદારના ખાતામાં બે હપ્તા પણ જમા થયા છે. પહ હજુ તાલુકાના કેટલાય ગરીબ અરજદારો આ યોજનામાં પોતાના રૂપિયાનો હપ્તો ખાતામાં જમા થયો નથી. વડગામના પાનીબેન રામભાઇ પુરબીયાને પણ ઇન્દિરા આવાસ યોજનાનો છેલ્લો હપ્તો છેલ્લા બાર મહિનાથી પોતાના ખાતામાં જમા થયો નથી અને તાલુકા પંચાયતના ધરમધક્કા ખાધા છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Uttar Gujarat

Trending

વીડિયો વધુ જુઓ