થરાદ નજીકથી પસાર થતી મુખ્ય કેનાલમાં બુધવારે શહેરના એક

DivyaBhaskar News Network

Dec 07, 2018, 04:15 AM IST
Tharad News - latest tharad news 041551

થરાદ નજીકથી પસાર થતી મુખ્ય કેનાલમાં બુધવારે શહેરના એક યુવકે કેનાલ પર બાઇક મૂકી અગમ્ય કારણોસર કેનાલમાં ઝંપલાવતા યુવકના પરિવારજનો ઘટના સ્થળે દોડી આવી પાલિકાના તરવૈયા સુલતાન મીરની મદદથી ચોવીસ કલાકની ભારે જહેમતની શોધખોળ બાદ યુવકના મૃતદેહને બહાર કાઢી તેના પરિવારજનોને સોંપ્યો હતો. જોકે બનાવના પગલે સમગ્ર શહેરમાં અરેરાટી વ્યાપી ગઇ હતી.

થરાદની મુખ્ય કેનાલમાં બુધવારના રોજ શહેરમાં રહેતા પ્રકાશભાઈ રવજીભાઈ પ્રજાપતિએ પોતાનું બાઇક કેનાલ પર મૂકી અગમ્ય કારણોસર કેનાલમાં ઝંપલાવ્યું હતું.

આ અંગેની જાણ યુવકના પરિવારજનો થતાં કેનાલ પર દોડી આવ્યા હતા અને લોકોના ટોળેટોળાં ઉમટ્યા હતા. ત્યારે પાલિકાના તરવૈયા સુલતાન મીરની મદદ લઇ કેનાલમાં યુવકની ભારે શોધખોળ હાથ ધરાઇ હતી. ત્યારે 24 કલાકની ભારે જહેમત બાદ ગુરુવારે યુવકનો મૃતદેહ મળી આવતા બહાર કઢાયો હતો. ત્યારબાદ મૃતદેહને તેના પરિવારજનોને સોંપ્યો હતો. જો કે બનાવના પગલે સમગ્ર શહેરમાં અરેરાટી વ્યાપી ગઇ હતી. ઘટનાને પગલે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.

X
Tharad News - latest tharad news 041551
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી