થરામાં જુગાર રમતાં ચાર ઝડપાયા, ત્રણ ભાગી છૂટ્યા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
થરાની રહેણાંકની એક સોસાયટીની બાજુમાં આવેલા ખુલ્લા મેદાનમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે શનિવારે પોલીસે રેડ કરી હતી. જેમાં ચાર જુગારીયા પોલીસના હાથે ઝડપાઇ ગયા હતા. જ્યારે ત્રણ ફરાર થઇ જતા પોલીસે તેમને પકડવાની તજવીજ હાથ ધરી હતી.

સાંઇનાથ સોસાયટીના ખુલ્લા મેદાનમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે શનિવારે પોલીસે રેડ કરી હતી. જેને લઇ જુગારીઓમાં નાસભાગ મચી ગઇ હતી. જોકે ચાર જુગારીઓ રોકડ રકમ રૂપિયા 10,960 સાથે પોલીસના હાથમાં ઝડપાઈ ગયા હતા. જ્યારે ત્રણ જુગારીઓ નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. પોલીસે તમામની સામે ગુનો નોંધી અને નાસી છુટેલા શખ્સો શખ્સોને ઝડપવા તજવીજ હાથ ધરી હતી.

ઝડપાયેલા શખ્સો

1. પ્રતિપાલસિંહ નવુભા વાઘેલા

2. ગુણવંતસિંહ રવુભા વાઘેલા

(બંને રહે. થરા, સદુભા પાર્ટી)

3. મયંકકુમાર કનુભાઇ સુથાર (રહે.વાળીનાથ મંદિર પાસે,થરા-કાંકરેજ)

4. લાલસિંહ પરબતસિંહ વાઘેલા (રહે. વડા,કલ્યાણી પાર્ટી, તા.કાંકરેજ)
નાસી છૂટેલા શખ્સો
1.નરેન્દ્રસિંહ સદુભા વાઘેલા

2.કૃષ્ણસિંહ હીરૂભા વાઘેલા

3.ભદ્રસિંહ લધુંભા વાઘેલા (રહે.થરા, સદુભા પાર્ટી, કાંકરેજ)

અન્ય સમાચારો પણ છે...