પાલનપુરમાં અલગ અલગ બે જગ્યાએથી13 જુગારી ઝડપાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર શહેરમાં હાઇવે વિસ્તારમાં રહેણાંકની સોસાયટીની બાજુમાં બે જુદી-જુદી જગ્યાએ જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે રેડ કરી હતી. જેમાં 13 શખ્સો જુગાર રમતા પોલીસના હાથે ઝડપાઇ ગયા હતા. પોલીસે તેમની પાસેથી રોકડ રકમ રૂપિયા 21,710 સહિત કુલ રૂપિયા 4.26 નો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી હતી.

પાલનપુરના માલણ દરવાજાથી ધનિયાણા ચોકડી જવાના માર્ગ પર ડિપ્લોમાં પોલીટેકનિક કોલેજની સામેના ભાગે ટાટા 709 મીની ટ્રકમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પૂર્વ પોલીસે રેડ કરી હતી. જેમાં ટ્રકમાં જુગાર રમતા 9 શખસો પોલીસના હાથે ઝડપાઇ ગયા હતા. પોલીસે તેમની પાસેથી રોકડ રકમ રૂપિયા 10,190, મોબાઇલ નંગ-7 કિંમત રૂપિયા 4500 તેમજ ટાટા ગાડીની કિંમત રૂપિયા 4 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ પશ્ચિમ પોલીસને અમદાવાદ હાઇવેના એકતાનગર સોસાયટીની બાજુમાં આવેલી ખુલ્લી જગ્યામાં કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની બાતમીના આધારે પોલીસે રેડ કરતા પાંચ શખ્સો પોલીસના હાથે ઝડપાઇ ગયા હતા. પોલીસે તેમની પાસેથી રોકડ રકમ રૂપિયા 11,520 જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

કોણ-કોણ ઝડપાયા
1. મુસ્તકીન ઇસુબભાઇ જાલોરી

2. ઇનાયતખાન ઉસ્માનખાન નાગોરી

3. મુજ્જબીન યુસુબભાઇ જાલોરી (સિપાહી)

4. પરવેઝ સમશેરભાઇ પઠાણ

5. જાવેદ ઈસ્માઈલ ભાઇ છુંવારા

5. મહેશકુમાર કલાજી રાવલ

6. ઇરશાદ ઉર્ફે સલમાન યુસુબભાઇ જાલોરી

7. નિજામ હુસેનભાઇ ચૌહાણ (મુસ્લિમ)

8. અબજલખાન ઇબ્રાહિમખાન મોગલ (મુસ્લિમ) (તમામ રહે. સિદ્ધપુર,નવાવાસ)

9. હિમતલાલ ખીમજીભાઇ જાદવ (રહે.એકતાનગર સોસાયટી, પાલનપુર)

10. અનિલભાઈ દિનેશભાઈ પટણી (રહે. નવરંગ સોસાયટી મકાન નંબર-61, આકેસણ ફાટક બહાર-પાલનપુર)

11. નાસિરખાન સાહિબખાન સિંધી (રહે.જામપુરા હાઇસ્કુલ પાસે, પાલનપુર)

12. અમજદખાન મોહમ્મદખાન બલોચ (રહે.ખોડાલીમડા ,કુંજગલી, પાલનપુર)

13. ચતુરભાઇ લાધુભાઇ રાવળ (રાજ રેસીડન્સી,હનુમાન ટેકરી, પાલનપુર)

અન્ય સમાચારો પણ છે...