પાલનપુર કલેકટર કચેરી ખાતે ગુરુવારે તનાવમુક્ત જીવન શૈલી અંગે નિવાસી અધિક કલેકટર એલ.બી.બાંભણીયાના અધ્યક્ષસ્થાને સેમિનાર યોજાયો હતો.
સેમિનારમાં નાગપુરના વ્યાખ્યાતા ર્ડા. અનિશ દ્વારા તનાવ મુક્ત જીવનશૈલી અંગે મહેસૂલ અને પંચાયત વિભાગમાં ફરજ બજાવતાં અધિકારીઓ અને કર્મચારીઓને તનાવથી દૂર રહેવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આજના તનાવભર્યા જીવનમાં માણસ પોતાનું જીવન તનાવ રહિત કેવી રીતે જીવી શકે તેના માટેનું વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે ર્ડા. અનિશે કહ્યું કે ધ્યાન, યોગ અને નિયમિત પ્રાણાયામ કરવાથી તનાવમુક્ત રહી શકાય છે. તેમજ મોર્નીંગ વોક, યોગાશનો અને પ્રાણાયમ કરવાથી હાઇપર ટેન્શન, હાર્ટ એટેક અને હેમરેજને પણ શરીરની સારી સંભાળ લેવાથી રોકી શકાય છે. આ સેમિનારમાં જિલ્લા પુરવઠા અધિકારી એસ.બી.ચાવડા સહિત અધિકારીઓ અને સારી સંખ્યામાં કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.