તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • પાલનપુરમાં દશામાના વ્રત પૂરાં થતાં ઠેર ઠેર વિસર્જન યાત્રાઓ નીકળી

પાલનપુરમાં દશામાના વ્રત પૂરાં થતાં ઠેર ઠેર વિસર્જન યાત્રાઓ નીકળી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુરમાં સોમવારે દશામાનું વ્રતના દિવસો પૂરા થતાં ઠેર ઠેર મંડળો દ્વારા સ્થપાયેલી દશામાની મૂર્તિની વિસર્જન યાત્રાઓ ડીજે, ઢોલ-નગારા સાથે નીકળી હતી.

પાલનપુર શહેરમાં ગત 10 દિવસ અગાઉ દિવાસાના દિવસથી શરૂ થયેલા દશામાના વ્રત દરમિયાન શહેરમાં ઠેર ઠેર મંડળો દ્વારા દશામાની મૂર્તીની સ્થાપના કરી રાત્રિ દરમિયાન વિવિધ કાર્યક્રમો યોજી ઊજવણી કરાઇ હતી. જે વ્રતના સોમવારે 10 દિવસ પૂર્ણ થતાં વ્રતના અંતિમ દિવસે શહેરમાં સલેમપુરા, ગોબરી રોડ સહિતના વિસ્તારોના ભક્તો દ્વારા ડીજે ઢોલ નગારાના તાલે શોભાયાત્રા નીકળી હતી. જેમાં ઊંટ લારીઓ પર સવાર થયેલી દશામાની મુર્તી આકર્ષણનું કેન્દ્ર બની હતી. જે શોભાયાત્રામાં શહેરની ધર્મપ્રેમી જનતા મોટી સંખ્યામાં જોડાઇ હતી.

દાંતાના દશામાના મંદિરે ભક્તો દ્વારા ધામધૂમપૂર્વક માતાજીની પૂજા અર્ચના કરીને ભવ્ય શોભાયાત્રા નિકાળવામાં આવી હતી. તેમજ સવારે માતાજીનો હવન બપોરે માતાજીની શોભાયાત્રા તેમજ સાંજે પ્રસાદનું તેમજ રાત્રે જાગરણમાં ગરબાનું પણ આયોજન કરાયું હતું.

પાલનપુરમા દશામાની શોભયાત્રા નીકળી જેમા ધર્મપ્રેમી જનતા મોટી સંખ્યામા ઉમટી હતી.તસવીર-ભાસ્કર

ભાસ્કર ન્યૂઝ |પાલનપુર

પાલનપુરમાં સોમવારે દશામાનું વ્રતના દિવસો પૂરા થતાં ઠેર ઠેર મંડળો દ્વારા સ્થપાયેલી દશામાની મૂર્તિની વિસર્જન યાત્રાઓ ડીજે, ઢોલ-નગારા સાથે નીકળી હતી.

પાલનપુર શહેરમાં ગત 10 દિવસ અગાઉ દિવાસાના દિવસથી શરૂ થયેલા દશામાના વ્રત દરમિયાન શહેરમાં ઠેર ઠેર મંડળો દ્વારા દશામાની મૂર્તીની સ્થાપના કરી રાત્રિ દરમિયાન વિવિધ કાર્યક્રમો યોજી ઊજવણી કરાઇ હતી. જે વ્રતના સોમવારે 10 દિવસ પૂર્ણ થતાં વ્રતના અંતિમ દિવસે શહેરમાં સલેમપુરા, ગોબરી રોડ સહિતના વિસ્તારોના ભક્તો દ્વારા ડીજે ઢોલ નગારાના તાલે શોભાયાત્રા નીકળી હતી. જેમાં ઊંટ લારીઓ પર સવાર થયેલી દશામાની મુર્તી આકર્ષણનું કેન્દ્ર બની હતી. જે શોભાયાત્રામાં શહેરની ધર્મપ્રેમી જનતા મોટી સંખ્યામાં જોડાઇ હતી.

દાંતાના દશામાના મંદિરે ભક્તો દ્વારા ધામધૂમપૂર્વક માતાજીની પૂજા અર્ચના કરીને ભવ્ય શોભાયાત્રા નિકાળવામાં આવી હતી. તેમજ સવારે માતાજીનો હવન બપોરે માતાજીની શોભાયાત્રા તેમજ સાંજે પ્રસાદનું તેમજ રાત્રે જાગરણમાં ગરબાનું પણ આયોજન કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...