પાલનપુર તાલુકા પોલીસે બાતમીને આધારે વાસણ ગામની સીમમાં એક ખેતરનાં ખુલ્લા ચોકમાં બનાવેલી ઓરડીની પાસે કેટલાક શખ્સો જુગાર રમી રહ્યા છે. જ્યારે તાલુકા પોલીસે આ જગ્યાએ બુધવારે રાત્રે રેડ કરતા જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાઇ ગયા હતા. જ્યારે એક શખ્સ ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો.
પોલીસે તેમની પાસેથી રોકડ રકમ રૂપિયા 12980, મોબાઇલ નંગ-5 રૂપિયા 10500 મળી કુલ રૂપિયા 23480નો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી હતી.