Home » Uttar Gujarat » Latest News » Palanpur » Palanpur News - latest palanpur news 033513

પાક વીમા માટે જે પ્રીમિયમ કપાયું હતું તેની સામેનું

Divyabhaskar.com | Updated - Dec 07, 2018, 03:35 AM

પાક વીમા માટે જે પ્રીમિયમ કપાયું હતું તેની સામેનું વળતર હજુ કેન્દ્ર સરકાર દ્વારા નિયુક્ત ખાનગી ઇન્સ્યોરન્સ...

  • Palanpur News - latest palanpur news 033513

    પાક વીમા માટે જે પ્રીમિયમ કપાયું હતું તેની સામેનું વળતર હજુ કેન્દ્ર સરકાર દ્વારા નિયુક્ત ખાનગી ઇન્સ્યોરન્સ કંપની દ્વારા ચૂકવાયું નથી. જે ઇન્શ્યોરન્સ કંપનીની લાપરવાહી સામે આવી હતી. ક્લેમ ચુકવણી થવાની કામગીરી દરમ્યાન ખાનગી કંપનીએ પાક ઉત્પાદન અંગે વાંધો ઉઠાવતા કલેકટરએ વાંધો નામંજૂર કરી ક્લેમ ત્વરિત ચૂકવવા આદેશ કર્યો હતો.

    પાલનપુર કલેકટર કચેરીમાં ડિસ્ટ્રિક્ટ લેવલ મોનીટરીંગ કમિટીની બેઠક મળી હતી.જેમાં 12 80 પાક કાપણી અખતરા ના આયોજન સામે 780 પાક કાપણી અખતરા પરિણામો બેઠકમાં રજૂ થયા હતા. બેઠકમાં ખરીફ ઋતુમાં ઓછા વરસાદના કારણે વાવ થરાદ અને સુઈગામ તાલુકામાં નોટિફાઇડ પાકોના અખતરાઓમાં ઓછું ઉત્પાદન નોંધાયું હોવાની ચર્ચા કરાઇ હતી. વાવ અને થરાદ તાલુકાના ખરીફ બાજરીના અખતરાઓના પરિણામ સામે વીમા કંપની યુનિવર્સલ સોમ્પો જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડના હાજર પ્રતિનિધિએ વાંધો લેતા જિલ્લા કલેક્ટર સંદીપ સાગલેએ પાક કાપણી અખતરાના પત્રકોમાં કંપનીના પ્રતિનિધિની સહી હોવાનું તેમજ ખરીફ બાજરી પાકના તમામ અખતરાઓની કામગીરી પૂરી થયાના એક મહિના બાદ વાંધો રજૂ કરતા વીમા કંપની દ્વારા રજુ કરાયેલ વાંધો જિલ્લા કલેક્ટરે નામંજૂર કર્યો હતો.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Uttar Gujarat

Trending

વીડિયો વધુ જુઓ