તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • પાલનપુરને સ્વચ્છ રાખવા પાલિકાએ લાખોના ખર્ચે વસાવેલી સાઈકલ લારીઓ કાટ ખાઇ રહી છે

પાલનપુરને સ્વચ્છ રાખવા પાલિકાએ લાખોના ખર્ચે વસાવેલી સાઈકલ લારીઓ કાટ ખાઇ રહી છે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર પાલિકા દ્વારા શહેરને સ્વચ્છ રાખવા લાખોના ખર્ચે ખરીદેલી 50થી વધુ લારીઓ તેમજ 25થી વધુ સાઇકલ લારીઓ વણવપરાયેલી હાલતમાં પડી રહેતા સાધનોના રેપર ઉખડ્યાં પહેલાં જ સાધનો કાટ ખાઇ ગયેલી સ્થિતિમા ધકેલાયા છે.

પાલિકાએ મારૂતિ કંપની પાસેથી 50થી વધુ કચરો ઉપાડતી હાથલારીઓ તેમજ 25થી વધુ ડોર ટુ ડોર કચરો ઉઘરાવવા સાઇકલ લારીઓની ખરીદી કરવા કંપનીને એક હાથલારી દીઠ રૂ.7000 લેખે લાખો રૂપિયાના ખર્ચે કચરો સાફ કરવાના સાધનો ખરીદ્યા હતા.આ કચરાની લારીઓ દ્વારા જ્યાં મોટા વાહન પહોંચી ન શકે તેવી જગ્યાએ આ લારીઓ પહોચાડી કચરો એકત્રીત કરી મોટી ગાડીઓ દ્વારા ડમ્પિંગ સાઇટ સુધી પહોંચાડવાનું આયોજન કર્યા બાદ પણ લારીઓની ફાળવણી કર્યા વિના હમીરબાગમાં પાલિકાના સંપની જગ્યામાં કાટ લાગેલી હાલતમાં પડી રહી છે.

અન્ય સમાચારો પણ છે...