તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • ભારત વિકાસ પરિષદ દ્વારા રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા યોજાઇ

ભારત વિકાસ પરિષદ દ્વારા રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા યોજાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર : પાલનપુરમાં ભારત વિકાસ પરિષદ તેમજ તેની પશ્ચિમ શાખા દ્વારા કાનુભાઇ મહેતા હોલમાં રવિવારે દેશભક્તિ પર આધારિત સમૂહગાન સ્પર્ધા ચેતના સ્વર યોજાઇ હતી. જેમાં પાલનપુરની પ્રાથમિક અને માધ્યમિકની કુલ 20 જેટલી ટીમોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં મહેમાન તરીકે શૈલેશભાઇ જોશી, શિવરામભાઇ પટેલ તેમજ વિદ્યામંદિરના નિયામક ડો. હસમુખભાઈ મોદી હાજર રહ્યા હતા. ભારત વિકાસ પરિષદના પ્રમુખ રાજેશ ઠક્કર, લલિતભાઇ મહેશ્વરી, મહિલા સંયોજિકા મીનાબેન મહેશ્વરી, ભારતીબેનશાહ સહિત પરિષદના સભ્યો હાજર રહ્યા હતા અને વિજેતા ટીમોને પ્રથમ દ્વિતીય અને તૃતીય ઇનામો આપવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...