આ તસ્વીર જોઇ પકોડી ખાતાં પહેલા એક વાર વિચારજો

પાલનપુરના ખોડિયારનગર વિસ્તારમાં ગટર ઉપર જ પકોડી તળાય છે

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 03:30 AM
આ તસ્વીર જોઇ પકોડી ખાતાં પહેલા એક વાર વિચારજો
પાલનપુરના ખોડિયાર નગર વિસ્તારમાં ગટર ઉપર જ પકોડી તળવામાં આવે છે. આ અંગે જ્યારે પકોડી તળનારને પૂછ્યું કે અહીં કેમ તો એણે જણાવ્યું કે અમે ઘરની અંદર તળતાં નથી. સગડો ઘરની બહાર રાખીને તળીયે છીએ અહી અંડર ગ્રાઉન્ડ ગટર વ્યવસ્થા નથી. સફાઈ નિયમિત નથી. અમે પડદો રાખી આડ્સ કરી છે. થોડા દિવસ પછી બીજે જતા રહીશુ. રાજ્યમાં કેટલાક શહેરોમાં પકોડી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ હાથ ધરાયું હતુ. પરંતુ પાલનપુરમાં કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી ન હતી. તસવીર -નરેશ ચૌહાણ

X
આ તસ્વીર જોઇ પકોડી ખાતાં પહેલા એક વાર વિચારજો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App