• Home
  • Uttar Gujarat
  • Latest News
  • Palanpur
  • બનાસકાંઠા જિલ્લાના 56 ગામોના મિલકતધારકોના પ્રોપર્ટી કાર્ડ બનશે

બનાસકાંઠા જિલ્લાના 56 ગામોના મિલકતધારકોના પ્રોપર્ટી કાર્ડ બનશે

એક વર્ષ સુધી કામગીરી ચાલશે, ગામઠણ યોજના હેઠળ ગામો મંજૂર કરાયા

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 03:30 AM
બનાસકાંઠા જિલ્લાના 56 ગામોના મિલકતધારકોના પ્રોપર્ટી કાર્ડ બનશે
ગામઠણ યોજના હેઠળ જિલ્લાના 56 ગામો મંજૂર કરવામાં આવ્યા છે અને તે ગામોના પ્રોપર્ટી કાર્ડ બનશે. આ ગામોના ગામતળ અને તે સિવાયના વિસ્તારને આવરી લેવામાં આવનાર છે. જે માટે ખાનગી એજન્સીઓ દ્વારા સર્વે કરવાની કામગીરીનો આરંભ થયો છે. એક વર્ષ સુધી સર્વે કામગીરી ચાલશે. જિલ્લાના 56 ગામોમાં મિલકતોની હકચોકસી કરી મિલકત ધારકોને અધ્યતન હકો સાથેનું મિલકત કાર્ડ સરકારી પુરાવા રૂપે આપવા માટેની કામગીરી સરકાર દ્વારા હાથ ધરી છે.

જમીન દફ્તર કચેરીના અધિક્ષક અશોક ગામેતીએ જણાવ્યું હતું ક ગામઠણ યોજના અંતર્ગત જે તે એજન્સી દ્વારા ગ્રાઉન્ડ કંટ્રોલ નેટવર્ક ઊભું કરીને જીપીએસ સિસ્ટમથી માપણી કરાશે. જ્યાં નકશા બનાવવા માટે પૂરાવા રજૂ કરવા જણાવાશે. પુરાવા એકઠા કરી સ્કેનિંગ કરાશે અને પીડીએફ ફાઈલ અપલોડ કરી ડેટા રાખવામાં આવશે. હકચોક્સી કર્યા બાદ જે તે મિલકત ધારકોને પુન: નોટિસ આપી વાંધા રજૂ કરવાનું કહેવાશે અને જે ભૂલો રહી ગઈ હશે તે ગુજરાત જમીન મહેસુલ અધિનિયમ મુજબ જાહેર નોટિફિકેશન બહાર પાડી વાંધા અરજીઓનો નિકાલ કરવામાં આવશે.

આ ગામોના પ્રોપર્ટી કાર્ડ બનશે

આંત્રોલી, ચિત્રાસણી, ધાણધા, હાથીદ્રા, ખોડલા, વાસણ, વેડંચા, ગઢ, માલણ, ચંડીસર, જગાણા, રાહ, આલવાડા, ધાખા, રૂણી, સરાલ, વાલેર, ખીંમત, જેથી, કરઝા, અમીરગઢ, ઇકબાલગઢ, વિરમપુર, કોદરામ, મુમનવાસ, નાંદોત્રા, પસવાદળ, પીરોજપુરા, વડગામ, ગુંદરી, ઘોણા, જડીયાલી, બાઇવાડા, કંસારી, ખરડોસણ, નાંદલા, શેરપુરા, ભડથ, મુડેઠા, જુનાડીસા, આસેડા, ચીભડા, પાલડી, ભાભર, થરા, વડા, શિહોરી, કંબોઇ, મડાણા(ગઢ), મોટા, બાદરગઢ, બસુ, માહી, સુઇગામ, લાખણી અને દાંતીવાડા

પ્રોપર્ટી કાર્ડ બનવાથી આ ફાયદા થશે

લોન લેવાની પ્રક્રિયા સરળ બનશે

મિલકત વેચવાની ખરીદવાની પ્રક્રિયા સહેલાઇથી થઇ શકશે

પ્રોપર્ટી કાર્ડના આધારે વ્યક્તિની જેતે મિલકતોનો સરળતાથી ખ્યાલ આવી શકશે

પ્રોપર્ટી કાર્ડ મેળવ્યા બાદ મિલકતનો માલિકી હક મેળવેલો ગણાશે

X
બનાસકાંઠા જિલ્લાના 56 ગામોના મિલકતધારકોના પ્રોપર્ટી કાર્ડ બનશે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App