Divya Bhaskar

Home » Uttar Gujarat » Latest News » Palanpur » વોરંટ કાઢવા છતાં ગેરહાજર રહેલા કુડાના ડે. સરપંચ જેલમાં ધકેલાયા

વોરંટ કાઢવા છતાં ગેરહાજર રહેલા કુડાના ડે. સરપંચ જેલમાં ધકેલાયા

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 03:30 AM

ડે.સરપંચ લાખણી તાલુકાના યુથ કોંગ્રેસના ઉપપ્રમુખ પણ છે

  • વોરંટ કાઢવા છતાં ગેરહાજર રહેલા કુડાના ડે. સરપંચ જેલમાં ધકેલાયા
    આગથળા પોલીસમાં મારામારીના ગુનામાં કુડાના ઉપસરપંચ અને લાખણી તાલુકાના યુથ કોંગ્રેસના ઉપપ્રમુખ સહિત 1 ને વારંવાર કોર્ટમાં હાજર થવા સમન્સ કાઢવા થતા હાજર ન થતાં સબજેલમાં ધકેલાયા હતા.

    આગથળા પોલીસમાં મારા મારીનો ગુનો દાખલ થયેલો હતો અને જે લાખણી કોર્ટમાં જેની સુનાવણી ચાલુ હતી. કોર્ટ દ્વારા કુડા ગામના ડેપ્યુટી સરપંચ અને લાખણી તાલુકાના યુથ કોંગ્રેસના ઉપપ્રમુખ નારણભાઈ બેચરાભાઈ રબારી અને તેમના ભાઈ નાગજીભાઈ બેચરાભાઈ રબારીને કોર્ટમાં હાજર રહેવા વારંવાર સમન્સ અને વોરંટ કાઢવા છતાં કોર્ટના હુકમની અવગણના કરીને કોર્ટમાં હાજર ન રહેતાં કોર્ટે ધરપકડ વોરંટ કાઢતા આગથળા પોલીસે બંને લોકોની ધરપકડ કરીને કોર્ટ સમક્ષ રજૂ કરતાં કોર્ટેના હુકમની અવગણના કરી હોવાથી બંનેને સબજેલમાં ધકેલવાનો આદેશ કર્યો હતો અને તેમને ડીસા સબજેલમાં લઈ ગયા પણ ત્યાં જગ્યાનો અભાવ હોવાથી પાલનપુર સબજેલમાં ધકેલવામાં આવ્યા છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Uttar Gujarat

Trending