સદરપુર ગામે સ્મશાનનું લેવલિંગ કામ હાથ ધરાયુ

મહિલાઓએ કામ બંધ કર્યુ હતુ. તસવીર-ભાસ્કર

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 03:30 AM
સદરપુર ગામે સ્મશાનનું લેવલિંગ કામ હાથ ધરાયુ

પાલનપુર તાલુકાના સદરપુર ગ્રામ પંચાયતમાં સ્મશાનની જગ્યામાં મહિલા મજૂરો દ્વારા લેવલીંગનું કામ કરવામાં આવી રહ્યું હતુ. ત્યારે ઉપસરપંચના પતિએ આવીને કામ અટકાવતા મહિલાઓએ કામ બંધ કર્યું હતું. સમગ્ર મામલો વહીવટી તંત્રના ધ્યાનમાં આવતા થોડા સમય બાદ કામ શરૂ કરવામાં આવ્યું હતુ. સદરપુર રામદેવપીર મંદિરની પાછળ આવેલા સ્મશાનની જગ્યા નજીક લેવલીંગનું કામ સૌ એક મહિલા મજૂરો દ્વારા કરવામાં આવી રહેવું છે. કામને લઇ પંચાયતના આંતરિક વિવાદને પગલે કામ અટકાવી દેવાયુ હતુ. આ મામલાની તંત્રને જાણ થતા કામ શરૂ કરાયું હતું. આ અંગેની વિગતો આપતા શ્રમિક મહિલાએ જણાવ્યું કે ઉપ સરપંચના પતિએ આવીને કામ બંધ કરવાનું કહેતાં કામ બંધ કરાયું હતુ.

X
સદરપુર ગામે સ્મશાનનું લેવલિંગ કામ હાથ ધરાયુ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App