Home » Uttar Gujarat » Latest News » Palanpur » બનાસકાંઠા જિલ્લામાં જમીન રી-સર્વેમાં ખેડૂતોની હાલત કફોડી થતાં પારાવાર

બનાસકાંઠા જિલ્લામાં જમીન રી-સર્વેમાં ખેડૂતોની હાલત કફોડી થતાં પારાવાર

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 03:30 AM

બનાસકાંઠા જિલ્લામાં જમીન રી-સર્વેમાં ખેડૂતોની હાલત કફોડી થતાં પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો...

  • બનાસકાંઠા જિલ્લામાં જમીન રી-સર્વેમાં ખેડૂતોની હાલત કફોડી થતાં પારાવાર

    બનાસકાંઠા જિલ્લામાં જમીન રી-સર્વેમાં ખેડૂતોની હાલત કફોડી થતાં પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હોવાની રજૂઆત સાથે કેટલાક આવેદનપત્રો પાઠવાયા હતા. જમીન દફ્તર કચેરીમાં 40 હજાર વાંધા અરજીઓ આવી હતી. જે પૈકી 35 હજાર અરજીઓમાં માપણી થઈ હોવાનું જમીન દફતર કચેરીના સૂત્રોએ જણાવ્યું છે.

    જમીન દફ્તર કચેરીના સૂત્રોએ જણાવ્યું કે રાજ્યમાં રિસર્વે પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત સેટેલાઇટ દ્વારા જમીન માપણી કરાઇ હતી. જેમાં સામાન્ય ભૂલો રહી હતી. જેમની વાંધા અરજીઓ આવી હતી અને અરજી મુજબ માપણી કરાઇ રહી છે. 12હજારથી વધુ અરજીઓ દફતરે કરવામાં આવી છે અને 4હજારથી વધુ અરજીઓના ઓર્ડર પણ પણ કરવામાં આવ્યા છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Uttar Gujarat

Trending