પાલનપુરમાં મહેશ્વરી મહિલા મંડળ દ્વારા THANKS GIVING CEREMONY

પાલનપુર : પાલનપુર મહેશ્વરી મહિલા મંડળ દ્વારા બે વર્ષ દરમિયાન કરેલા કામો માટે thanks giving ceremony કાર્યક્રમની ઊજવણી કાનુભાઈ...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 03:30 AM
પાલનપુરમાં મહેશ્વરી મહિલા મંડળ દ્વારા THANKS GIVING CEREMONY
પાલનપુર : પાલનપુર મહેશ્વરી મહિલા મંડળ દ્વારા બે વર્ષ દરમિયાન કરેલા કામો માટે thanks giving ceremony કાર્યક્રમની ઊજવણી કાનુભાઈ મહેતા હોલ ખાતે કરાઇ હતી. જેમાં 600 ઉપરાંત સમાજના વડીલો, ભાઇઓ-બહેનો અને બાળકો હાજર રહ્યા હતા. CEREMONY ના મુખ્ય મહેમાન જીલ્લા કલેકટર સંદીપ સાંગલે તથા અતિથી વિશેષ નિયામક વિદ્યામંદિર ટ્રસ્ટના ડૉ. હસમુખ મોદી હતા. પૂર્વ મહિલા મંડળ પ્રમુખ મીનુબેન મહેશ્વરીએ સ્વાગત પ્રવચન આપ્યું હતું તથા કલેકટરે બે વર્ષમાં કરેલ કાર્યોને "power point presentation’ માં નિહાળ્યા બાદ સમાજની બહેનોના કાર્યોની સરાહના કરી હતી. અતિથી વિશેષ ડૉ. હસમુખ મોદીએ કાર્યક્રમમાં મહિલાઓની જાગૃતી વિશે સમજ આપી હતી. આ પ્રોગ્રામમાં મહિલા મંડળના સભ્યો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમમાં રાજસ્થાની લોકનૃત્ય, ગુજરાતી, મહેશ્વરી (ઘાટી ) ભાષામાં નાટક "વાત રો વતેસર’, ‘કેબીએસવી’, ‘કુણ બનશે સાચી વાણીયાની’, કેન્ડલ વોક, ગણેશ વંદના તથા બાળીકાઓ દ્વારા દેશ પ્રેમ ગીત પર નૃત્ય કર્યું હતું.

X
પાલનપુરમાં મહેશ્વરી મહિલા મંડળ દ્વારા THANKS GIVING CEREMONY
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App