Home » Uttar Gujarat » Latest News » Palanpur » વિસનગર એસટી ડેપોમાં ડીઝલ ચોરી મામલે ફ્યુઅલ ક્લાર્ક અને ટેન્કરચાલકની ધરપકડ

વિસનગર એસટી ડેપોમાં ડીઝલ ચોરી મામલે ફ્યુઅલ ક્લાર્ક અને ટેન્કરચાલકની ધરપકડ

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 03:30 AM

ડીઝલ નાખવા આવેલા ટેન્કરમાંથી 598 લિટરન ચોરી થયાની ડેપો મેનેજરે ફરિયાદ કરી હતી સિદ્ધપુર નજીક ટેન્કરમાં પાઇપ...

  • વિસનગર એસટી ડેપોમાં ડીઝલ ચોરી મામલે ફ્યુઅલ ક્લાર્ક અને ટેન્કરચાલકની ધરપકડ
    વિસનગર એસ.ટી. ડેપોમાં ડીઝલ ભરેલ ટેન્કરમાંથી તપાસ દરમિયાન ચોરી થઇ હોવાનું બહાર આવતાં ડેપો મેનેજર સહિત ડેપોના અધિકારીઓની તપાસમાં ટેન્કરના બે ડીપમાંથી 598 લીટર ઓછુ હોવાનું બહાર આવવા પામ્યું હતું. આ બનાવ અંગે ડેપો મેનેજરે શહેર પોલીસ મથકે ટેન્કર ચાલક અને ફ્યુઅલ ક્લાર્ક સામે ફરિયાદ આપતાં પોલીસે બંનેની ધરપકડ કરી રિમાન્ડ માટેની તજવીજ હાથ ધરી છે.

    ં પાલનપુરના ચંડીસર ખાતે આવેલ એચ.પી.સી.એલ.માંથી 20 હજાર લીટર લઇ સ્વદેશ કાર્ગો કેરીયર નામની કંપનીનું ટેન્કર નં. જી.જે.01.સી.ઝેડ.1038 અાવ્યું હતું જેમાં ડેપો મેનેજર પંકજભાઇ રમણભાઇ પ્રજાપતિએ ફ્યુઅલ ક્લાર્કને સાથે રાખી ચકાસણી કરતાં ટેન્કરમાં રહેલ ચાર ડીપ પૈકી બે ડીપ બરાબર હતા જ્યારે અન્ય બે ડીપમાં શંકાસ્પદ પાઇપો જણાતાં તેમણે ઉપરી અધિકારીને જાણ કરતાં યાંત્રીક ઇજનેર અને ભંડાર અધિકારી તથા એચ.પી.સી.એલ.ના ઉત્તમ યાદવ, એડમીન આસિસ્ટન્ટ દેવેન્દ્ર મહેતા, મહેસાણા સ્ટોર કીપર વાસુદેવ ગઢવી તેમજ સ્વદેશ કાર્ગો ટ્રાન્સપોર્ટ કંપનીના મેનેજર નીશીકાન્ત મિશ્રા સહિતના અધિકારીઓ દોડી આવ્યા હતા જેમાં ટેન્કરમાં ડીપ લેવલ અને પી.એલ. મુજબ માપણી કરતાં ટ્રકમાં આવેલ ચાર પૈકી 3 અને 4માં વધારાની પાઇપ બહાર કાઢવામાં આવી હતી અને 598 લીટર ડીઝલ ઓછુ જણાવવામાં આવ્યું હતું જે અંગે ટેન્કર ચાલકની પૂછપરછમાં ફ્યુઅલ ક્લાર્ક જીતેન્દ્રભાઇ પટેલે ટેન્કરના ભાગેથી કોઇપણ રીતે સેટીંગ કરી થોડા જથ્થાનું કામ કરી આવશે હુ સેટીંગ કરી દઇશ તેમ ફોન ઉપર કહ્યું હોવાનું જણાવ્યું હતું. ડેપો મેનેજર પંકજભાઇ રમણભાઇ પ્રજાપતિએ શહેર પોલીસ મથકે ફરિયાદ આપતાં પોલીસે ટેન્કરચાલક અને ફ્યુઅલ ક્લાર્ક સામે ફરિયાદ નોંધાવી હતી.

    આમની ધરપકડ

    (1) ટેન્કર ચાલક બિન્દ્ર રવિન્દ્રકુમાર નંદલાલ રહે. છતીસાખુર,તા.મડીયાહુ, જી.જોનપુર(ઉત્તરપ્રદેશ)

    (2) ફ્યુઅલ ક્લાર્ક જીતુભાઇ કાન્તિભાઇ પટેલ રહે. કુવાસણા, તા.વિસનગર

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Uttar Gujarat

Trending