તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Palanpur ગબ્બર ગોખમાં પ્રગટતો દીવો સ્ટીલનો મુકાતાં વિવાદ

ગબ્બર ગોખમાં પ્રગટતો દીવો સ્ટીલનો મુકાતાં વિવાદ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગબ્બર પર્વત પર સ્ટીલનો દીવા મુકવામાં આવતાં વિવાદ સર્જાયો હતો. વિવાદને પગલે મંદિર ટ્રસ્ટે પુનઃ ચાંદીનું દિવો મૂકી દીધો છે.

અંબાજીમાં આવેલા ગબ્બર પર્વત પર અખંડ દીવાની જ્યોત પાછલા 300 વર્ષથી પ્રગટે છે. આ વર્ષે શ્રી આરાસુરી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા દિવો બદલીને સ્ટીલનો દિવો મુકાતાં ભક્તોમાં કચવાટ ફેલાયો હતો. ભક્ત હરીશભાઈ પરમારે રોષ વ્યકત કરતાં જણાવ્યું હતું કે \\\"માંનો દીવો હંમેશા તાંબા કે ચાંદીની ધાતુમાં બનેલો હોવો જોઈએ.

ગબ્બર ગોખની પૂજા કરતા પંડિત ગિરીશ લોઢા પણ માની રહ્યા છે કે \\\"મા ની જ્યોત સ્ટીલના પાત્રમાં ન હોઈ શકે. ભારતીય શાસ્ત્રો કહે છે કે જ્યોત હમેશાં પંચધાતુ, તાંબા કે ચાંદીના પાત્રમાં જ થઈ શકે. ઉપરથી આ દીવો અપાયો છે જેથી સ્વીકારવો પડ્યો\\\'.

વિવાદના વધતા અંબાજી મંદિરના વહીવટદાર સુરેન્દ્રસિંહ ચાવડાએ બાબતે લોકોની આસ્થાને ઠેસ ન પહુચે તે માટે દીવો બદલીને પુન: ચાંદીનો મુકાશેે તેમ જણાવ્યું હતું. જેથી ગુરુવારે પુનઃગબ્બર ગોખમાં ચાંદીનો દીવો મુકાયો આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...