Home » Uttar Gujarat » Latest News » Palanpur » પાલનપુર કોલેજના છાત્રોએ મીઠી વાવની સફાઇ કરી

પાલનપુર કોલેજના છાત્રોએ મીઠી વાવની સફાઇ કરી

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 03:26 AM

પાલનપુર | બનાસકાંઠા આંજણા પટેલ કેળવણી મંડળ સંચાલિત મહિલા આર્ટસ કોલેજના એનએસએસ ફેકલ્ટીના 70 વિદ્યાર્થીઓ દ્વારા...

  • પાલનપુર કોલેજના છાત્રોએ મીઠી વાવની સફાઇ કરી
    પાલનપુર | બનાસકાંઠા આંજણા પટેલ કેળવણી મંડળ સંચાલિત મહિલા આર્ટસ કોલેજના એનએસએસ ફેકલ્ટીના 70 વિદ્યાર્થીઓ દ્વારા ગુરુવારે શહેરના ત્રણ બત્તી વિસ્તારમાં આવેલી ઐતિહાસિક ઇમારત મીઠી વાવની સાફ સફાઇ હાથ ધરવામાં આવી હતી. કોલેજના પ્રાધ્યાપક મનીષાબેન પટેલએ જણાવ્યું કે ‘આ ઐતિહાસિક ઇમારતને પાલિકા દ્વારા દરરોજ સફાઇ હાથ ધરી અને સ્વચ્છ રાખવામાં આવે તો અહીંયા પણ પર્યટક સ્થળ બની શકે છે. કાર્યક્રમમાં આચાર્યા આરતીબેન, પ્રો. મનીશાબેન પટેલ, વિવેકભાઈ તેમજ પાલિકાના અધિકારી અને કર્મચારી જોડાયા હતા.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Uttar Gujarat

Trending

વીડિયો વધુ જુઓ