Divya Bhaskar

Home » Uttar Gujarat » Latest News » Palanpur » પાલનુરના હાથીદ્રા ગામે અદાવતમાં બે જૂથ બાખડ્યા, સામસામે ગુનો નોંધાયો

પાલનુરના હાથીદ્રા ગામે અદાવતમાં બે જૂથ બાખડ્યા, સામસામે ગુનો નોંધાયો

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 03:26 AM

એકબીજા પર જીવલેણ હથિયારો લઇ તૂટી પડ્યા

  • પાલનુરના હાથીદ્રા ગામે અદાવતમાં બે જૂથ બાખડ્યા, સામસામે ગુનો નોંધાયો
    પાલનપુર તાલુકાના હાથીદ્રા ગામમાં મંગળવારે અગાઉની તકરારની અદાવતમાં બે જૂથો એકબીજા પર જીવલેણ હથિયારો વડે હુમલો કરતા ગામમાં તંગદિલીનો માહોલ સર્જાયો હતો. બનાવ અંગે બંને જૂથ દ્વારા સામ-સામે મારામારીની ફરિયાદ નોંધાવવામાં આવી છે.

    હાથીદ્રા ગામે જુની અદાવતમાં મારા-મારતાં હજુરસિંહ શંકરસિંહ ડાભીએ પાલનપુર તાલુકા પોલીસ મથકે મલસિંહ હિમતસિંહ ડાભી, રાજપાલસિંહ મલસિંહ ડાભી, ગુણવંતસિંહ મલસિંહ ડાભી, દિનેશસિંહ કેવળસિંહ ડાભી, અરવિંદસિંહ અરજણસિંહ ડાભી, ગુલાબસિંહ જુજારસિંહ ડાભી, બલસિંહ હિમતસિંહ ડાભી, સંજયસિંહ મહેન્દ્રસિંહ ડાભી (રહે.હાથીદ્રા) સામે હજુરસિંહ શંકરસિંહ ડાભીને મારમારી ઇજાઓ પહોંચાડતા અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે.

    જ્યારે સામેના પક્ષે બલસિંહ હિમતસિંહ ડાભીએ તાલુકા પોલીસ મથકે હજુરસિંહ શંકરસિંહ ડાભી, રાહુલસિંહ હજુરસિંહ ડાભી, અરજણસિંહ શંકરસિંહ ડાભી, કિશનસિંહ અરજણસિંહ ડાભી, સચીનસિંહ અરજણસિંહ ડાભી, સિકંદરસિંહ કુમારસિંહ ડાભી (રહે.હાથીદ્રા) એ સામે જૂની અદાવતમાં બલસિંહ હિમતસિંહ ડાભીને દિનેશસિંહ નામના યુવકને પીઠ તથા કમરના ભાગે માર મારી ઈજાઓ કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હોવાની ફરિયાદ પાલનપુર તાલુકા પોલીસ મથકે નોંધાવતા પોલીસે ફરિયાદ આધારે બન્ને પક્ષોની ફરીયાદ નોંધી તપાસ તાલુકા પી.એસ.આઈ એ.વાય.પટેલ ચલાવી રહ્યા છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Uttar Gujarat

Trending