પાલનપુરમાં પોલીસવડાના બંગલાની પાસે આવેલા નારી સંરક્ષણ ગૃહની નજીક કોન્ટ્રાક્ટર દ્વારા ભૂગર્ભ ગટરની ચેમ્બર તોડી નખાતાં પાલિકાએ તેની પાસે રીપેરીંગ કામ કરાવડાવ્યું હતું. જેના 20-20 દિવસ સુધી મસમોટા ખાડા કરી અને બુધવારના રોજ કામ પૂરું કરાયું હતું. ગુરુવારે ફરીથી જિલ્લા પોલીસવડાના બંગલા સામે જ ભૂગર્ભ ગટર ઉભરાતા અને પૂરેલા ખાડામાં ફરીથી પુરાણ બેસી જતા લોકોમાં આશ્ચર્ય ઉભું હતું.