• Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • પાલનપુરમાં દિલ્હીગેટ વિસ્તારમાં રિક્ષાઓના અડિંગાથી ટ્રાફિકજામ

પાલનપુરમાં દિલ્હીગેટ વિસ્તારમાં રિક્ષાઓના અડિંગાથી ટ્રાફિકજામ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુરના ગુરુનાનક ચોક, ગઠામણ દરવાજા, સિમલાગેટ, સંજયચોક તેમજ દિલ્હીગેટ વિસ્તારોના દરેક ચાર રસ્તાના ખૂણામાં રિક્ષાચાલકોએ પોતાનો અડીંગો જમાવી દીધો છે. દિલ્હીગેટ ચાર રસ્તા પર રિક્ષાઓનો અડીંગો દેખાય છે. તેમજ મહાજન હોસ્પિટલની સામેના ભાગમાં જનતાનગર અને ગણેશપુરાના શટલિયા ભરતી રિક્ષાના ચાલકો રસ્તાની વચ્ચે જ રિક્ષા ઉભી રાખતાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આના કારણે વારંવાર ટ્રાફિકજામ થાય છે.

અન્ય સમાચારો પણ છે...