Divya Bhaskar

Home » Uttar Gujarat » Latest News » Palanpur » Palanpur - સલ્લામાં થાળી-વેલણ વગાડી ભાજપને મત નહીં આપવા પાટીદારોનો નિર્ણય

સલ્લામાં થાળી-વેલણ વગાડી ભાજપને મત નહીં આપવા પાટીદારોનો નિર્ણય

Divyabhaskar.com | Updated - Sep 09, 2018, 03:26 AM

હાર્દિક પટેલને કંઈ પણ થશે તો ઉગ્ર આંદોલનની ચીમકી

  • Palanpur - સલ્લામાં થાળી-વેલણ વગાડી ભાજપને મત નહીં આપવા પાટીદારોનો નિર્ણય
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    પાલનપુરના સલ્લા ખાતે શુક્રવારે પાટીદાર મહિલાઓ દ્વારા ભાજપ વિરુદ્ધમાં રણટંકાર કરવામાં આવ્યો હતો. જો સરકાર દ્વારા માંગ નહી સંતોષાય તો સલ્લાની મહિલાઓ જરુર પડે રોડ પર ઉતરશે અને આક્રમકતાથી આંદોલન કરશે. તેમજ આજ પછી અમે સંકલ્પ કરીએ છીએ કે ભાજપને વોટ નહીં આપીએ અને ભાજપના નેતાઓ જો ગામમાં પ્રવેશ્યા તો થાળી-વેલણ વડે વિરોધ કરીશું.તેમજ હાર્દિકને કંઈ પણ થશે તો ઉગ્ર આંદોલનની ચીમકી આપી હતી.

    સલ્લા ખાતે શુક્રવારે પાટીદારો 500 મહિલાઓ દ્વારા સરકારના વિરુદ્ધમાં રણટંકાર કરવામાં આવ્યો હતો. અને ગુજરાત સરકારને ચેતવણી આપવામાં આવી કે હાર્દિક પટેલને કંઈ પણ થશે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. જો સરકાર દ્વારા માંગ નહી સંતોષાય તો સલ્લાની મહિલાઓ જરુર પડે રોડ પર ઉતરશે અને આક્રમકતાથી આંદોલન કરશે. સલ્લાની પટલાણીઓનું હાર્દિક પટેલ માટે પોતાના જીવની શક્તિ સાથે લડી લેવા સમર્થન દર્શાવ્યું હતું અને સલ્લા ગામમાં ભાજપ માટે પ્રતિબંધ મૂકી પાટીદાર મહિલાઓએ જણાવ્યું કે ‘આજ પછી અમે સંકલ્પ કરીએ છીએ કે ભાજપને વોટ નહીં આપીએ અને ભાજપના નેતાઓ ગામમાં પ્રવેશ્યા તો થાળી-વેલણ વડે વિરોધ કરીશું.’

    પાલનપુરના સલ્લા ગામમાં પાટીદાર મહિલાઓએ શુક્રવારે રાત્રે રણટંકાર કરી થાળી-વેલણ વગાડી ભાજપને વોટ નહીં આપવાનો નિર્ણય લેવાયો હતો.

    લક્ષ્મીપુરામાં હાર્દિકના સમર્થનમાં સમૂહઆરતી

    હાર્દિક પટેલના આંદોલનને લઇ સમગ્ર ગુજરાતમાં પાટીદાર સમાજ દ્વારા વિવિધ કાર્યક્રમો હાથ ધરી હાર્દિક પટેલને સમર્થન પુરૂ પાડવામાં આવી રહ્યું છે.તે જ રીતે પાલનપુર નજીક આવેલા લક્ષ્મીપુરા ગામમાં પાટીદાર સમાજની મહિલાઓ દ્વારા હાર્દિક પટેલની શારીરિક સ્થિતિને લઇ લક્ષ્મીપુરા ગામના ચોકમાં શનિવારે રાત્રીના સમયે ઉમિયા માતાની સમૂહ આરતી યોજાઇ હતી.જેમાં ઉમટી પડેલા પાટીદાર સમાજ ની મહિલાઓના જય સરદાર જય પાટીદારના નાદથી લક્ષ્મીપુરા ગામ ગુંજી ઉઠ્યું હતું .

  • Palanpur - સલ્લામાં થાળી-વેલણ વગાડી ભાજપને મત નહીં આપવા પાટીદારોનો નિર્ણય
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Uttar Gujarat

Trending