મા અંબાના ધામમાં આજે કંકોડીયા સંઘનું પ્રસ્થાન

રવિવારે નડિયાદ અને પેટલાદનો કંકોડીયા સંઘમા અંબાના દરબારમાં માથુ ટેકવશે. અને મા અંબાને અન્નકૂટ ધરશે. શ્રાવણી...

DivyaBhaskar News Network | Updated - Sep 09, 2018, 03:26 AM
Palanpur - મા અંબાના ધામમાં આજે કંકોડીયા સંઘનું પ્રસ્થાન
રવિવારે નડિયાદ અને પેટલાદનો કંકોડીયા સંઘમા અંબાના દરબારમાં માથુ ટેકવશે. અને મા અંબાને અન્નકૂટ ધરશે. શ્રાવણી અમાસે નડિયાદ અને પેટલાદથી આવતા કંકોડીયા સંઘ દ્વારા અનોખી ભક્તિ ભાવના દર્શાવવામાં આવે છે. સંઘ સાથે દોઢથી બે લાખ ભક્તો મા અંબાને રીઝવવા પાછલા 20 વર્ષથી પગપાળા ચાલીને સંઘ લઈને ભક્તિભાવપૂર્વક આવે છે . આજે રવિવારે ભક્તો દ્વારા મા અંબાને છપ્પન ભોગનો અન્નકૂટ ધરાશે. રવિવારે પોણા અગિયાર વાગ્યે મંદિરના દરવાજા દર્શનાર્થીઓ માટે બંધ કરવામાં આવશે અને બપોરે બાર વાગે ખોલવામા આવશે.

X
Palanpur - મા અંબાના ધામમાં આજે કંકોડીયા સંઘનું પ્રસ્થાન
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App