આજે પાટણથી ઊંઝા સદભાવના પદયાત્રા

પોલીસ-આઇબીની નજર| કોંગ્રેસના 10 ધારાસભ્યો અને ઉ.ગુ.માંથી 12 હજારથી વધુ પાટીદારો જોડાવાનો પાસનો દાવો પાટણથી...

DivyaBhaskar News Network | Updated - Sep 09, 2018, 03:25 AM
Palanpur - આજે પાટણથી ઊંઝા સદભાવના પદયાત્રા
ઉપવાસી હાર્દિક પટેલના સમર્થનમાં પાટીદારો દ્વારા રવિવારે પાટણના ખોડિયાર મંદિરથી ઊંઝા ઉમિયા માતા મંદિર સુધી 31 કિલોમીટર લાંબી સદભાવના પદયાત્રાનું આયોજન કરાયું છે. જેમાં પાટણ સહિત ઉત્તર ગુજરાતના 12 હજારથી વધુ પાટીદારો જોડાવાનો દાવો પાસ સમિતિએ કર્યો છે. આ પદયાત્રામાં કોંગ્રેસના 10 જેટલા ધારાસભ્યો પણ જોડાવાના હોઈ આઈબી સહિત પોલીસતંત્ર સતર્ક બન્યું છે.યાત્રા દરમિયાન 250થી વધુ પોલીસનો કાફલો તૈનાત રહેશે.

સવારે 8 વાગે પાટણમાં ખોડિયાર માતાજીના મંદિરે મા ઉમા ખોડલની મહાઆરતી બાદ સફેદ કબૂતર ઉડાડી પદયાત્રાનો આરંભ થશે. સાંજે 5-30 વાગે ઊંઝા પહોંચશે.જ્યાં મા ઉમા ખોડલના ચરણોમાં પદયાત્રીઓ વતી હૂંડી મૂકાશે. બપોરે 12-30 વાગે બાલિસણા ગામે વિરામ લેશે. યાત્રામાં મહેસાણા,બનાસકાંઠા અને સાબરકાંઠાના 3000 પાટીદારો જોડાશે તેમ પાસના હાર્દિક પટેલે (અડિયા) જણાવ્યું હતું.

મંત્રીના અધ્યક્ષસ્થાને પદયાત્રાના સંઘોની બેઠક યોજાઇ

અંબાજી મેળા દરમિયાન ગંદકી ન થાય તે માટે કચરો ઉપાડવા દિવસભર ટ્રોલી દોડાવાશે

પાણીના પાઉચ પર પ્રતિબંધ મુકાતાં ટેન્કરોની વ્યવસ્થા કરાશે

પાલનપુર| યાત્રાધામ અંબાજી ખાતે મહિલા અને બાળ કલ્યાણ, શિક્ષણ અને યાત્રાધામ વિકાસ રાજયમંત્રી વિભાવરીબેન દવેના અધ‍યક્ષસ્થાને શનિવારે પદયાત્રા સંઘોની બેઠક યોજાઇ હતી.જેમાં ભાદરવી મહામેળા પ્રસંગે દુરદુરથી પદયાત્રા કરીને અંબાજી આવતા સંઘોની વ્યવસ્થા અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.મહામેળો પ્લાસ્ટીક મુક્ત બનાવવા પ્રયાસો હાથ ધરાયા છે.મેળા દરમિયાન ગંદકી ન થાય તે માટે કચરો ઉપાડવા દિવસભર ટ્રોલી દોડાવાવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે.અંબાજીમાં નાની લારી મારફત કચરો એકઠો કરી ટ્રોલીમાં ભરી તાત્કાલિક નિકાલ કરાશે.

સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર નહીં કરવા પોલીસની સૂચના

પદયાત્રાને લઇ એ ડિવિઝન પોલીસ મથકમાં પાસના કાર્યકરો સાથે શાંતિ સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં પદયાત્રા દરમિયાન કોઇના વિરોધી સૂત્રોચાર ન કરવા પોલીસે સૂચના આપી હતી. બેઠકમાં ડીવાયએસપી જે.ટી.સોનારા સહિત પોલીસ અધિકારીઓ તેમજ પાસના હાર્દિક પટેલ, વી.કે. પટેલ, ભરત પટેલ, હિરેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. ડીવાયએસપીએ સૂત્રોચ્ચાર અંગે કોઇ સૂચના નહીં આપ્યાનુંજણાવ્યું હતું.

13 શરતોને અાધિન યાત્રા-લાઉડ સ્પીકરની મંજૂરી અપાઇ

ધાર્મિક હેતુસર યોજાયેલી સદભાવના પદયાત્રાને પાટણ મામલતદાર દ્વારા મંજૂરી અપાઇ છે. જેમાં હાલમાં અમલી જાહેરનામાના અમલ, ટ્રાફિકને અડચણ નહીં બનવા, કોમી લાગણી દુભાય તેવા સૂત્રોચ્ચાર નહીં કરવા સહિતની 13 શરતોને આધિન પદયાત્રા સંઘ અને લાઉડ સ્પીકર વગાડવાની મંજૂરી અપાઇ છે.

તંત્ર દ્વારા આયોજન કરાયું

અંબાજી મેળામાં આ વખતે પ્લાસ્ટીકનો વપરાશ કરવા વેપારીઓને અટકાવાશે

માર્ગો પર ઠેર ઠેર ડસ્ટબીન મુકવામાં આવશે

સતત કચરા ટ્રોલી ફરી અને કચરો ઉઠાવવાનું કામ કરતી રહેશે

સ્વછતા સાથે માની ભક્તિ થાય એ હેતુથી ગંદકી ન કરવા હોર્ડીંગ્સ લગાવાશે

વેપારીઓ પ્લાસ્ટિકની થેલીનો વપરાશ ન કરે તેવી સૂચના અપાઇ છે

ગુટકા - તમાકુ લાવનારા ને અટકાવવામાં આવશે

પ્રસાદ ના વેપારીઓ ઉપર ભાવ નિયંત્રણ કરવામાં આવશે

પ્રસાદના કાઉન્ટર વધારવામાં આવશે

દર્શનાર્થીઓ માટે ગરમ પાણીની વ્યવસ્થા ટ્રસ્ટ તરફથી કરવામાં આવશે

મોબાઈલ શૌચાલયો 15 થી વધુ સ્થળે મૂકવામાં આવશે

સંઘો અને સેવા મંડળીઓનું રજીસ્ટ્રેશન કરાશેતેમજ મહામેળા દરમિયાન કોઈ ફિલ્મી ગીતો નહીં અને માત્ર ભજન ગરબાના ગીતો

હાર્દિકના સમર્થનમાં પાટીદારો ફરી મેદાને

ગોઝારિયાના બજારો સજ્જડ બંધ રહ્યા

ગોઝારિયા ગામમાં હાર્દિકના સમર્થનમાં શનિવારે બંધનું એલાન અપાયું હતું. જેને લઇ તમામ શૈક્ષણિક સંસ્થાઓ, બજારો, માર્કેટયાર્ડ સહિતની તમામ બજારો અને દુકાનો બંધ રહી હતી. બીજીબાજુ એસટી વિભાગ દ્વારા ગોઝારિયા થઇને મહેસાણા કે ગાંધીનગર તરફ જતી બસોને પણ અટકાવી દેવાઇ હતી. દિવસભરના સજ્જડ બંધ શાંતિપૂર્ણ રહેતાં તંત્રએ હાશકારો અનુભવ્યો હતો.

X
Palanpur - આજે પાટણથી ઊંઝા સદભાવના પદયાત્રા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App