પાલનપુર, ડીસા, વડગામ સહિત વિસ્તારમાં ઝાપટું

પાલનપુર, ડીસા, વડગામ સહિતના વિસ્તારોમાં શનિવારે હળવા વરસાદી છાંટા પડયા હતા. પરિણામે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી....

DivyaBhaskar News Network | Updated - Sep 09, 2018, 03:25 AM
Palanpur - પાલનપુર, ડીસા, વડગામ સહિત વિસ્તારમાં ઝાપટું
પાલનપુર, ડીસા, વડગામ સહિતના વિસ્તારોમાં શનિવારે હળવા વરસાદી છાંટા પડયા હતા. પરિણામે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. દસ દિવસ બાદ હળવા છાંટા પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. હવામાન વિભાગે જણાવ્યું હતું કે ‘પ્રાદેશિક હવામાન ફેરફારના કારણે વરસાદી છાંટા પડયા છે. ત્યારે વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોએ રાહતનો દમ લીધો હતો. આગામી બે દિવસ ઉત્તર ગુજરાતમાં હળવો વરસાદ પડશે તેવી આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી હતી.’

છાપી હાઇવે પરથી છાપી ગામમાં જતા ત્યાં સામાન્ય વરસાદમાં પાણી ભરાઇ જાય છે. ત્યારે શનિવારે બપોરે પડેલા સામાન્ય વરસાદમાં પાણી ભરાઇ જવા પામ્યું હતું. જેના લીધે હાઇવે પરથી ગામમાં જવા અને ગામમાંથી હાઇવે પર જતા વાહન ચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.

X
Palanpur - પાલનપુર, ડીસા, વડગામ સહિત વિસ્તારમાં ઝાપટું
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App