સૂઇગામનો કોન્સ્ટેબલનો લાંચ લેતાં વીડિયો વાયરલ

Palanpur - સૂઇગામનો કોન્સ્ટેબલનો લાંચ લેતાં વીડિયો વાયરલ

DivyaBhaskar News Network

Sep 09, 2018, 03:25 AM IST
પાલનપુર | સૂઇગામ પોલીસ મથકમાં દારૂ પીધેલા એક આરોપીને ઝડપવામાં આવ્યો હતો.જેને છોડાવવા માટે તેના સગા સંબંધી પોલીસ મથકે પહોંચ્યા હતા.જોકે પીએસઆઇએ આ બાબતે કોન્સ્ટેબલને મળવાનું કહ્યું હતું અને રૂપિયા નહીં આપો તો જેલ ભેગા કરી દેવાની વાત કરી હતી. જોકે આ લોકોએ પોતાના ખિસ્સામાં મોબાઇલ વિડિઓ રેકોર્ડીંગ ચાલુ રાખી આ કોન્સ્ટેબલ પાસે પહોંચ્યા હતા અને કોન્સ્ટેબલે આરોપીને છોડી દઉ પણ રૂપિયા 5 હજાર માંગ્યા હતા. જે રકઝક બાદ રૂપિયા 4 હજાર આપવાની વાત થઇ હતી. જેથી અરજદારે આ વીડિયોની સીડી બનાવી પાલનપુર એસીબી કચેરીએ ગુરૂવારના રોજ મોકલી હતી અને આવા લાંચિયા પોલીસ અમલદારો સામે કાર્યવાહી કરવા જણાવ્યું હતું. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ હતી.

X
Palanpur - સૂઇગામનો કોન્સ્ટેબલનો લાંચ લેતાં વીડિયો વાયરલ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી