• Home
  • Uttar Gujarat
  • Latest News
  • Palanpur
  • Palanpur પાલનપુરના એદ્રાસણમાં મંદિરની જગ્યા બાબતે મહંતો બાખડ્યા

પાલનપુરના એદ્રાસણમાં મંદિરની જગ્યા બાબતે મહંતો બાખડ્યા

Palanpur - પાલનપુરના એદ્રાસણમાં મંદિરની જગ્યા બાબતે મહંતો બાખડ્યા

DivyaBhaskar News Network

Sep 09, 2018, 03:25 AM IST
પાલનપુરના એદ્રાસણ ગામે થોડાક વર્ષો અગાઉ એક મંદિરના મહંત દેવલોક પામ્યા હતા. બાદમાં મંદિરની જગ્યા માટે અંદરો-અંદર સંત મહંતોમાં ઝઘડા થતા હતા. જોકે શનિવારે મહંતો વચ્ચે ઉગ્ર બોલાચાલી થતાં મામલો બિચક્યો હતો અને પોલીસ મથક સુધી પહોંચ્યો હતો.

એદ્રાસણ ગામે થોડાક વર્ષો અગાઉ એક મંદિરના મહંત દેવલોક પામ્યા હતા અને મંદિરની જગ્યા માટે અંદરો-અંદર સંત મહતોમાં ઝઘડા પણ થતા હતા. શુક્રવારે રાત્રે આ મહંતો વચ્ચે ઝઘડો થતા તાલુકા પીએસઆઇ એ.વાય.પટેલ સહિતનો સ્ટાફ ગામમાં પહોંચ્યો હતો અને મહતને સમજાવી અને એક મહતના જામીન પણ લેવડાવાયા હતા. જોકે શનિવારે સવારે આ મહંત એદ્રાસણ ગામના મંદિરમાં પોતાનો સામાન લેવા ગયા હતા. જેને લઇને અન્ય મહંતોમાં ગેરસમજ થતાં ચકમક ઝરી હતી. આ મહંતની ગાડી પર પથ્થરમારો કરીને ગાડીના કાચ તોડી નાખ્યા હતા. જોકે તાલુકા પોલીસ ગાડીને પોલીસ મથકે લવાઇ હતી. બાદમાં મહંતોમાં અંદરો-અંદર સમાધાન થઇ જતાં અને એકબીજાને નુકસાનની ભરપાઇ કરી દેતા મામલો થાળે પડ્યો હતો. જોકે આ બાબતે કોઇ જ પોલીસ ફરિયાદ નોંધાઇ નથી તેવું તાલુકા પીએસઆઇ એ.વાય.પટેલે જણાવ્યું હતું.

X
Palanpur - પાલનપુરના એદ્રાસણમાં મંદિરની જગ્યા બાબતે મહંતો બાખડ્યા
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી