પાલનપુરની જી.ડી.મોદી કોલેજમાં છાત્રોનો હંગામો

કોલેજે વિદ્યાર્થીને જ નોટિસ ફટકારતાં આક્રમક બન્યા,પોલીસ દોડી આવી વિદ્યાર્થીને લાફો મારનાર પ્રોફેસર માફી...

DivyaBhaskar News Network | Updated - Sep 09, 2018, 03:25 AM
Palanpur - પાલનપુરની જી.ડી.મોદી કોલેજમાં છાત્રોનો હંગામો
પાલનપુરની સીએલ પરીખ કોમર્સ કોલેજના પ્રોફેસરે પંદર દિવસ અગાઉ વિદ્યાર્થીને લાફો મારવાના કેસમાં સમાધાન થઈ ગયા બાદ કોલેજ સત્તાવાળાઓએ વિદ્યાર્થીને જ ખુલાસો કરવા નોટિસ ફટકારતાં ઉશ્કેરાયેલા વિદ્યાર્થીઓએ શિક્ષણનો બહિષ્કાર કરી શનિવારે હોબાળો મચાવતાં દોડધામ મચી ગઈ હતી.જ્યાં સુધી પ્રોફેસર માફી નહીં ત્યાં સુધી શિક્ષણનો બહિષ્કારની ચીમકી આપી હતી.

પાલનપુરમાં જી.ડી.મોદી કોલેજ સંકુલના સીએલ પરીખ કોમર્સ કોલેજના છાત્રોએ છેલ્લા ત્રણ દિવસથી શૈક્ષણિક કાર્ય બંધ કરી દીધું છે અને અભ્યાસ કરવા કલાસરૂમમાં જતાં જ નથી.જેમાં છાત્રોએ શનિવારે ભારે સુત્રોચાર કરી હંગામો મચાવી અને સમગ્ર કોલેજ કેમ્પસને ગજવી દીધું હતું.જેમાં છાત્રોએ જણાવ્યું હતું કે ‘આર.આર. મહેતા સાયન્સ કોલેજના પ્રોફેસર કે.સી.પટેલએ કોમર્સના બીકોમના સેમ-2 ના છાત્ર રાહુલ બટુઆને તમાચો મારી દીધો હોવાના આક્ષેપ કર્યા હતા.જોકે બાદમાં આ છાત્રએ પ્રોફેસરની માફી પણ માંગી હતી પરંતુ થોડાક દિવસ અગાઉ આ છાત્રના ઘરે કોલેજમાંથી નોટિસ ગઇ હતી અને તેમાં જણાવ્યું હતું કે તમારી સામે શિસ્ત ભંગના પગલાં કેમ ન લેવા અને કોલેજમાંથી એડમિશન રદ કરવા અંગે ત્રણ દિવસમાં જવાબ આપવો.જેને લઇને સમગ્ર કોમર્સ કોલેજના છાત્રોએ બુધવારથી શૈક્ષણિક કાર્ય ખોરવી દીધું હતું અને શનિવારે કોલેજ કેમ્પસમાં ભારે સૂત્રોચ્ચાર કરી અને પ્રોફેસર માંગી માફી નહીં માંગે ત્યાં સુધી શૈક્ષણિક કાર્ય બંધ રાખવાની ચીમકી ઉચ્ચારી હતી. જોકે કોલેજના આચાર્ય વાય.બી.ડબગરએ સમગ્ર મામલાને લઇ અને પોલીસ બોલાવી હતી અને પોલીસે પણ વિદ્યાર્થીઓને સમજાવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. પરંતુ વિદ્યાર્થીઓએ અડગ રહી અને પ્રોફેસર માફી નહીં માંગે ત્યાં સુધી શૈક્ષણિક કાર્ય બંધ રાખવાની વાત કરતાં એક તબક્કે પોલીસ પણ હાથ પર હાથ રાખી ઉભી રહી ગઇ હતી.

કોલેજ કેમ્પસમાં હગામો મચાવતાં અફરાતફરી મચી હતી.તસવીર-ભાસ્કર

એનએસયુઆઈ વિદ્યાર્થઓને ગેરમાર્ગે દોરે છે

એનએસયુઆઇ દ્વારા કોલેજના છાત્રોને ઉશ્કેરવામાં આવી રહ્યા છે તેમજ તેમાં બહારના અન્ય અસામાજિક તત્વો પણ ભળી ગયા છે. જેને લઇને વિદ્યાર્થીઓ ઉશ્કેરણીમાં આવી અને શૈક્ષણિક કાર્ય બંધ કર્યું છે અને પ્રોફેસરે તમાચો મારવાની વાત તદ્દન ખોટી છે અને તેને ઉપજાવી કાઢેલી છે.’

વાય.બી.ડબગર (પ્રિન્સીપલ કોલેજ)

X
Palanpur - પાલનપુરની જી.ડી.મોદી કોલેજમાં છાત્રોનો હંગામો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App