• Home
  • Uttar Gujarat
  • Latest News
  • Palanpur
  • Palanpur - પાલનપુરના સંજયચોકમાં વેપારીઓ આ વર્ષે માટીના ગણેશની સ્થાપના કરશે

પાલનપુરના સંજયચોકમાં વેપારીઓ આ વર્ષે માટીના ગણેશની સ્થાપના કરશે

પાલનપુરના કિરણબેન સાત વર્ષથી માટીના ગણેશ બનાવે છે

DivyaBhaskar News Network | Updated - Sep 09, 2018, 03:25 AM
Palanpur - પાલનપુરના સંજયચોકમાં વેપારીઓ આ વર્ષે માટીના ગણેશની સ્થાપના કરશે
પાલનપુરના બેચરપુરા ફાટક બહાર રાજશ્રી બંગ્લોઝમાં રહેતા કિરણબેન જીજ્ઞેશભાઇ ઓઝા છેલ્લા સાત વર્ષથી માટીમાંથી ગણપતિની મૂર્તિ બનાવે છે અને ઘરમાં સ્થાપના કરે છે. તે ઉપરાંત આજુબાજુના બહેનોને પણ તેઓ સાથે રાખી અને માટીના શ્રીની સ્થાપન કરવાનું કહે છે. આ વર્ષે તો પાલનપુરના સંજયચોક ખાતે આવેલા ફાર્મા કોમ્પ્લેક્સના વેપારીઓએ ભેગા મળી તેમની પાસે માટીના શ્રી બનાવડાવ્યા છે અને દર વર્ષે કોમ્પલેક્ષના વેપારીઓ પીઓપીમાંથી શ્રી લાવી સ્થાપના કરતા હતા પરંતુ આ વર્ષે કિરણબેન પાસે માટીના શ્રી બનાવડાવી કોમ્પ્લેક્સમાં સ્થાપના કરવાના છે.આમ કિરણબહેને માટીના શ્રી કેટલાય લોકોને બનાવી આપ્યા છે અને સમાજને એક પ્રેરણા પુરી પાડી છે તેમનું કહેવું છે કે હું માટીના માટીની મૂર્તિ ઉપર જે કલર કરું છું તે પણ પાણીમાં કોઇ નુકસાન કરતું નથી અને જળચર પ્રાણીઓને કોઈ નુકસાન થતું નથી અને માત્ર પંદર મિનિટમાં જ ઓગળી જાય છે. જેથી માટીના જ શ્રી બનાવવા જોઇએ. અત્યાર સુધી કિરણબહેને 100 ઉપરાંત બહેનોને માટીમાંથી શ્રી બનાવતાં શીખવ્યા હોવાનું જણાવ્યું હતું.

Palanpur - પાલનપુરના સંજયચોકમાં વેપારીઓ આ વર્ષે માટીના ગણેશની સ્થાપના કરશે
X
Palanpur - પાલનપુરના સંજયચોકમાં વેપારીઓ આ વર્ષે માટીના ગણેશની સ્થાપના કરશે
Palanpur - પાલનપુરના સંજયચોકમાં વેપારીઓ આ વર્ષે માટીના ગણેશની સ્થાપના કરશે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App