પાલનપુર | પાલનપુરની સીટી હાયર સેકન્ડરી સ્કૂલમાં 5મી સપ્ટેમ્બર બુધવારના રોજ શિક્ષકદિનની ઉજવણી કરવામાં આવી હતી. સંસ્થાના પ્રમુખ એફ.એચ. નાગોરીએ માર્ગદર્શન આપ્યું હતું. શિક્ષક દિનનું મહત્વ અને તેની ગરીમા જળવાય તે માટેના વક્તવ્યો પૂર્વ આચાર્ય એચ.એફ. નાગોરી, ઇન્ચાર્જ એસ.એન. મનસુરી તેમજ નસીમબેન પઠાણે વ્યક્તવ્યો રજૂ કર્યા હતા. શિક્ષકદિન નિમિત્તે પ્રિન્સીપાલ તરીકે અસ્મા અંસારીએ કામગીરી બજાવી હતી તેમજ સમગ્ર કાર્યક્રમનું સંચાલન રાયમા શેખ અને મુસ્કાન મેમણ દ્વારા કરવામાં આવ્યું હતું.
અમને ખેદ છે કે તમે OPT-OUT કર્યું છે
પણ જો તમે ભૂલથી "Block" સિલેક્ટ કર્યુ હોય અથવા ભવિષ્યમાં ફરી આપ નોટિફિકેશન મેળવવા ઇચ્છો તો નીચે આપેલા નિર્દેશોનું પાલન કરો