રોંગસાઇડે વાહન ચલાવતા ત્રણને પોલીસે ઝડપી લીધા

Palanpur - રોંગસાઇડે વાહન ચલાવતા ત્રણને પોલીસે ઝડપી લીધા

DivyaBhaskar News Network

Sep 09, 2018, 03:25 AM IST
પાલનપુર | પાલનપુરમાં કેશરભાઇ નટુભાઇ પટણી(રહે,આંબાવાડી ગણેશપુરા) પોતાનું વાહન નંબર જીજે-08-એટી-6588 રોંગ સાઇડે તેમજ પુરઝડપે હંકારતા હતા.જેથી પોલીસે તેમની સામે કાર્યવાહી હાથ ધરી હતી.તેમજ દાંતામાં અબ્દુલ કલામ અબ્દુલક્યુમ શેખ (રહે,કોટડા સાવલી તા,ઉદેપુર)પોતાની ટ્રક નંબર જીજે-18-એવી-8255 રોંગસાઇડે તેમજ પૂરઝડપે હંકારતાં પોલીસના હાથે ઝડપાઇ ગયા હતા.તેમજ ધર્માભાઇ ગુજરાભાઇ ગમાર (રહે,પોશીના) પોતાનું વાહન નંબર જીજે-02-વાય-4162 રોંગ સાઇડે હંકારતા ઝડપાઈ ગયા હતા.

X
Palanpur - રોંગસાઇડે વાહન ચલાવતા ત્રણને પોલીસે ઝડપી લીધા
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી